19 થી 21 તારીખે પરેશ ગૌસ્વામીની આગાહી
ગુજરાત જ નહીં પરંતુ આખા દેશમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ વરસાદ ગયો નથી, ચોમાસું ગયા પછી પણ ગુજરાત અને દેશના અલગ-અલગ ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવે આ વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં તેમણે માવઠાના વરસાદ, ગરમી, ઉકળાટ અને તાપમાન તથા ઠંડીની શરુઆત અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
ફરી સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં માવઠાની સંભાવના છે. તા. ૧૮ થી રૅ૧ દરમિયાન કોઈ દિવસ છુટા છવાયા તો કોઈ દિવસ આઈસોલેટેડ વિસ્તારમાં ઝાપટા, હળવો, મધ્યમ તો ભારે વરસાદની શક્યતા હોવાનું પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે.અરબી સમુદ્રની વેલમાર્કડ લો પ્રેસર – સિસ્ટમ્સને કારણે 19 થી 21 તારીખે છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
19 ઓક્ટોબર આટલા વિસ્તારમાં માવઠું
સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમૅદા નવસારી ડાંગ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.સાથે કચ્છમાં એકાદ વિસ્તારમાં ઝાપટાં પડી શકે છે.
20 ઓક્ટોબરમાં આટલા વિસ્તારમાં માવઠું
બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચી એટલે તેની અસર ગુજરાતમાં 3 દિવસ જોવા મળશે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવા મધ્યમ ભારે વરસાદની સંભાવના છે 20 તારીખે પણ ભાવનગર બોટાદ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે કચ્છમાં છુટાછવાયા વિસ્તારમાં હળવા ઝાપટાં પડી શકે છે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ તમામ વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે.