રાજ્યમાં હાલ દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હાલ નેઋત્યનું ચોમાસુ નવસારીમાં જ સ્થિર થઈ ગયું છે. પરંતુ હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ત્યારે આગામી ૨૨ થી ૩૦ જુનમાં વાવણી લાયક વરસાદની સંભાવના છે જેમાં ગુજરાતના ધણા વિસ્તારમાં વરસાદ પડી શકે છે ઉત્તર મધ્ય પૂર્વ કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
૨૦ જૂન ૨૦૨૪ થી ૨૨ જૂન સુધીની આગાહી
આ દિવસો દરમિયાન ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે ..ખાસ દરિયાઈ પટ્ટી અને લાગુ વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટાં તો ક્યાંક હળવો તેમજ એકલ દોકલ વિસ્તારમાં ભારે વરસાદ ની શક્યતા રહે લી છે, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ,પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.
૨૩ જૂન થી ૩૦ જૂન સુધીનું આગોતરૂ એંધાણ
જેની સૌ મિત્રો રાહ જોવે છે તેવી અપડેટ ગણાવી શકાય લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં જ્યાં વાવણી બાકી છે એવા વિસ્તારો માં વાવણી થઈ જશે અને જ્યાં થઈ ગઈ છે એને વધુ એક વરસાદી રાઉન્ડ નો લાભ મળી શકે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.
જેમાં ગુજરાતના ધણા વિસ્તારમાં વરસાદ પડી શકે છે અને સાવૅત્રીક વરસાદનો રાઉન્ડ આવશે.
૨૩ જુનમાં ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી
જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી, જુનાગઢ, જામનગર, ભાવનગર, વલસાડ , નમૅદા, નવસારી, ડાંગ, તાપી, સુરત, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ,, મહેસાણા, અરવલ્લી જેવા જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
૨૪ જુનમાં ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી
જેમાં વિસ્તારમાં વધારો થશે જુનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, નમૅદા, સુરત સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.