ગુજરાતમાં આ વખતની ચોમાસાની સિઝનમાં ઘણો જ વરસાદ રહ્યો છે. આ વર્ષે રાજ્યમાં મેઘરાજાએ વહેલું આગમન કરીને મોડી વિદાય લીધી હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિનો પણ માહોલ સર્જાયો હતો. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી ચોમાસું એટલે કે 2025ના વર્ષનું ચોમાસું ખેડૂતો અને સામાન્ય લોકો માટે કેવું રહેશે તે અંગેની જાણકારી આપી છે.
આવનારા વર્ષનું ચોમાસું ખેડૂતો માટે ખૂબ સારું રહેવાનું છે. 2025નું ચોમાસું વર્ષ 2024ની જેમ વહેલું ચાલુ થાય તેવી શક્યતા ઘણી ઓછી છે. આગામી 20થી 24 જૂનની આસપાસ ચોમાસું ચાલુ થઈ શકે છે. એટલે નોર્મલ તારીખથી એક અઠવાડિયું મોડું આવી શકે છે.
2025માં પણ મોટી અતિવૃષ્ટિ થાય તેવી શક્યતા છે. પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યું છે કે, સામાન્ય રીતે કહેવામાં આવે છે વર્ષનો 80 ટકા વરસાદ નોંધાય તો ખેડૂતોને કાંઈ વાંધો આવતો નથી. આ સાથે વર્ષનો 120 ટકા સુધીનો વરસાદ નોંધાય તો પણ ખેડૂતોને વધારે ફરક પડતો નથી. પરેશભાઈએ વધુમાં જણાવ્યું છે કે, આ વખતે ચોમાસામાં ઘણી નુકસાની થઈ છે.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આ વર્ષ 2024 દરમિયાન ગુજરાતમાં ધણી નુકસાનની થય છે કેમ કે અમુક વિસ્તારોમાં 140 ટકા થી 200 ટકા સુધીનો વરસાદ નોંધાયો હતો , જ્યારે આવનાર 2025 ના ચોમાસામાં 120 ટકા ઉપર વરસાદની સંભાવના ઓછી છે. પરંતુ આગામી વર્ષ નું ચોમાસું એકંદરે સારું રહેશે તેવી શક્યતા છે.