છેલ્લા લગભગ બે સપ્તાહથી રૂ બજારમાં ધીમી ગતિએ ઘટાડો થઇ રહ્યો છે. હાલની સ્થિતિએ 29એમએમ રૂ ગાંસડીના ભાવ ઘટીને રૂ.53700ની સપાટીએ આવી ગયા છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળોની અસરથી આ સમગ્ર સિઝન દરમિયાન રૂ બજારમાં મંદી સાથે વેપાર થતો જોવા મળ્યો છે. કપાસનો સરેરાશ ભાવ ટેકાની સપાટીથી નીચે પહોંચી ગયો છે. હાલની સ્થિતિએ ખેડૂતોને રૂ.1225થી રૂ.1525ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે. જોકે, સરેરાશ વેપાર રૂ.1500થી નીચેની સપાટીએ જ થઇ રહ્યો છે.
ગત ઓક્ટોબર મહિનામાં કપાસની આ સિઝન શરૂ થઇ ત્યારે રૂ ગાંસડીના ભાવમાં રૂ.57 હજારથી ઉપરની સપાટી હતી. આ બાદ રૂ બજારમાં ધીમી ગતિએ સતત ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં નવા કપાસની આવક હવે ધીરે ધીરે ઘટી રહી છે. જોકે, જીનર્સની ખરીદી પ્રમાણમાં સાવ ઓછી છે.
2025 ની વાતો કરીએ તો અત્યારે 1550 સુધી ગુજરાતમાં ભાવ ચાલી રહ્યા છે પરંતુ કોઈ મોટી તેજી આવશે તેવી શક્યતા દેખાઈ રહી નથી, આ સપ્તાહમાં કપાસના ભાવમાં વધ-ધટ બજાર ચાલી રહ્યા છે નિષ્ણાતો કહે છે કે કપાસના ભાવમાં કોઈ મોટો ધટાડો કે વધારો દેખાતો નથી.
વધતી જતી મોંઘવારી અને ખેત ઉત્પાદન સામે ખેડૂતો ને 2000 રૂપિયાના કપાસનો ભાવ મળે તેવી આશા હોય છે પરંતુ આ વર્ષે 1700 રૂપિયા કપાસનો ભાવ ક્રોસ કર્યો ખૂબ જ અઘરો છે. ઘણા અહેવાલો અનુસાર અમેરિકન માર્કેટ યાર્ડમાં કપાસની સારી આવક થઈ રહી છે અને ક્યાં ઉત્પાદન વધારે થયું ના કહેવા લાગો જ છે કપાસના વધારે ભાવ આ વર્ષે નહીં વધે તેવી ચર્ચાઓ ફેલાઈ રહી છે.