હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે માહિતી આપી છે. તેમણે આવનારી 18 ઓક્ટોબર સુધી રાજ્યના હવામાનમાં જોવા મળનારા પલટા અને વરસાદ અંગે માહિતી આપી છે. રાજ્યના ક્યા ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે અને ક્યાં તીવ્રતા વધુ રહેશે, તેની માહિતી આપી છે.સાથે તેમણે આગોતરા એંધાણ તરીકે 21 થી 25 ઓક્ટોબરમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને જેનાં કારણે ખેડૂતો ને ભારે નુકસાની થઈ ગઈ છે.હજુ ગુજરાતમાં વરસાદની સંભાવના છે પરંતુ 15 ઓક્ટોબર થી વરસાદ ની માત્રા અને વિસ્તારમાં ધટાડો આવશે, સાથે પરેશ ગૌસ્વામીએ છુટાછવાયા વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં માવઠું પડી શકે છે.
15 અને 16 તારીખે વરસાદની સંભાવના
સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ જુનાગઢ જામનગર પોરબંદર ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમૅદા નવસારી તાપી ડાંગ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે કચ્છમાં રાપર ભુજ ભચાઉ ગાંધીધામ મુદ્રા વિસ્તારમાં વરસાદ પડી શકે છે બાકીના વિસ્તારોમાં હવે અમુક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે.
બંગાળની ખાડીની સિસ્ટમની અસર 21 થી 25 માં માવઠું
બંગાળની ખાડીમાં ગઇકાલે રહેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે મજબૂત થઈ લૉ પ્રેશર સિસ્ટમમાં ફેરવાય ગયું છે જે આગામી બે દિવસમાં મજબૂત થઈ વેલમાર્ક લૉ પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ ઉતર પશ્ચિમ દિશામાં ગતિ કરી ઉતર તમિલનાડુ-દક્ષિણ આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, ત્યારબાદ આ સિસ્ટમ અરબ સાગરમાં પ્રવેશ કરી પશ્ચિમ ઉતર પશ્ચિમ દિશામાં ગતિ કરશે. આ સિસ્ટમની પણ કોઈ સીધી અસર ગુજરાત ઉપર થાય તેવું નથી લાગતું પણ આ સિસ્ટમને લીધે 21 થી 25 તારીખમાં ગુજરાતના ખૂબ સીમિત વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં અને ક્યાંક ક્યાંક હળવા મધ્યમ વરસાદની સંભાવના છે વધું અપડેટ્સ જણાવીશું…