હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠું અને ઠંડીની આગાહી કરી છે.જેમા બંગાળના ઉપસાગરમાં 21 થી 25 નવેમ્બરમાં ડિપ ડિપ્રેશન બનશે અને તે સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે આ સાથે અરબી સમુદ્રમાં પણ 20,21 નવેમ્બરમાં લો પ્રેશર બની શકે છે પરંતુ આ લો પ્રેશર સિસ્ટમ જો સોમાલિયા અને ઓમાન તરફ જશે તો માવઠું નહી થાય , જો ગુજરાત તરફ આવશે તો વરસાદની સંભાવના છે.
બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ દક્ષિણ ભારતના વિસ્તારમાં ભારે વરસાદ લાવશે, જ્યારે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશનું હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે . વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બીજી તરફ તારીખ 22, 23 અને 24 નવેમ્બરમાં આરબ સાગરમાં લો પ્રેશર બનશે. અને 22 થી 25 નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ડીપ્રેશન બનશે. જેના કારણે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શકયતા જોવા મળી રહી છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડી પડવાની શરુઆત થઈ ગય છે. તેમજ 23 નવેમ્બરથી 25 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટે તેવી આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યમાં વહેલી સવારના સમયે 15 ડિગ્રી તાપમાન રહી શકે છે.