ગુજરાતમાં હાલ શિયાળો ગાયબ થયો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઉંચકાયું છે. જેના કારણે ઠંડક ઓછી થઈ છે. ગુજરાતમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વ તરફની થઈ છે. પવનની દિશા બદલાવવાને કારણે ગતિ પણ ઓછી થઈ છે. ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તેમણે આજથી ગુજરાતના હવામાનમાં પલટાની સાથે માવઠું અને હાડ થીજવતી ઠંડી અંગેની પણ આગાહી કરી છે.
પરેશ ગૌસ્વામીએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે જેથી ઠંડીમાં ધટાડો આવ્યો છે સાથે તાપમાન પણ ઉંચુ ગયું છે તેનું કારણ રાજસ્થાન ઉપર એક એન્ટી સાયક્લોન સક્રિય છે.હવે આ સિસ્ટમ નબળી પડતાં ફરી હવામાન બદલાઈ જશે તેવી શક્યતા છે.
22મી તારીખથી ફરીથી ઠંડીનો રાઉન્ડ ચાલુ થવાનો છે. 22થી શરૂ થયેલો આ રાઉન્ડ 28મી સુધી ચાલશે. 22મી તારીખ રાતથી ફરીથી પવનની દિશા બદલાવવાની છે. ત્યારે પવનની દિશા બદલાઈને પણ ઉત્તરથી ઉત્તર પૂર્વના થઈ જશે. જે બાદ ઠંડી ચાલુ થશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન ફરીથી સિંગલ ડિજિટમાં આવી શકે છે.
આ સાથે પરેશ ગૌસ્વામીએ ઝાકળ વરસાદની પણ માહિતી આપી હતી જેમાં જણાવાયું છે કે હજુ ૩ દિવસ ઝાકળ જોવા મળશે તેવી શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રમાણ વધુ રહેશે અને ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ઝાકળ વરસાદ જોવા મળશે.
ફેબ્રુઆરી મહિનામાં હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરતા જણાવ્યુ કે, “ગત વર્ષની જેમ આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉનાળો ચાલુ નહીં થાય. આ વખતે દિવસે ગરમી લાગશે અને રાતે ઠંડી લાગશે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.