પરેશ ગૌસ્વામીની નવી આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈ આગાહી કરી હતી કે, રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે. તેમજ સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. નવરાત્રી દરમ્યાન રાજ્યનાં કેટલાક જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તા. 1 થી 18 ઓક્ટોબર દરમ્યાન છુટો છવાયો વરસાદ થવાની સંભાવનાં છે.
22 થી 26 સપ્ટેમ્બર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે
ગુજરાતમાં આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી વરાપ નો માહોલ છવાયેલો રહેશે. પૂનમ આસપાસ રાજ્યનાં હવામાનમાં પલ્ટો આવશે. તેમજ 22 થી 26 સપ્ટેમ્બર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર ભારે પવન ફૂંકાશે. સાથે પરેશ ગૌસ્વામીએ તાપમાન વધવાની પણ આગાહી કરી છે.
૨૨ થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બની ને પશ્ચિમ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી શકે છે જેમાં ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
પરેશ ગૌસ્વામીની જણાયાં મુજબ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ બોરસદ દહેગામ ગોધરા રાજપીપળા ભરૂચ અંકલેશ્વર નમૅદા નવસારી ડાંગ જેવા જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ સિસ્ટમ ની અસર નહીંવત જોવા મળશે.