પરેશ ગૌસ્વામીની આગાહી
ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે જો કે આંશિક વરાપના માહોલ વચ્ચે ઝાપટાં વરસી રહ્યાં છે હજુ પણ 7 દિવસ કોઈ ભારે વરસાદની શકયતા ન હોવાનું હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું. હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ રાઉન્ડ વિશે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ તો વરાપનો માહોલ જ રહેશે ભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી પરંતુ 17 ઓગસ્ટથી અરબીસમુદ્ર ફરી સક્રિય થશે અને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે જેથી ઓગસ્ટ ના અંતિમ દિવસોમાં ગુજરાતમાં સાવૅત્રીક વરસાદની સંભાવના છે .
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હમણા વરસાદની કોઇ શક્યતાઓ દેખાતી નથી. હવામાં ભેજના કારણે છૂટછવાયા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. હમણા તો ગુજરાતમાં વરાપ જેવો મહોલ રહેશે. મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણ ખુલ્લુ જોવા મળશે. દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં તડકો પણ જોવા મળશે. હમણા વરસાદની કોઇ સંભાવના નથી.
17 તારીખ થી વરસાદનો રાઉન્ડ
બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની છે જેના કારણે ૧૭ ઓગસ્ટ થી વરસાદનો રાઉન્ડ આવશે, આ રાઉન્ડ ૨૨ તારીખ સુધી ચાલશે, અને સાવૅત્રીક વરસાદનો રાઉન્ડ નહી હોય. આ રાઉન્ડમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
22 થી 30 ઓગસ્ટમાં અતિભારે વરસાદ
22 થી 30 ઓગસ્ટમાં સારા વરસાદની સંભાવના છે ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડતો હોય છે તેના કરતાં વધુ વરસાદની સંભાવના છે. ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે જુલાઈ મહિનામાં જેવો જળબંબાકાર વરસાદ નોંધાયો હતો તેવો ઓગસ્ટના એન્ડ મા પડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ કરી છે.