નવેમ્બરના ધણા દિવસો જતા રહ્યા છે અને મહત્તમ તાપમાન અને લધુત્તમ તાપમાન નોર્મલ કરતાં ઉંચું જોવા મળી રહ્યું છે જેના કારણે બેવડી શ્રૃતુ જોવા મળી રહી છે ગુજરાતમાં ઉતર ઉત્તર પૂર્વ ના પવનો ફુંકાઈ રહ્યા છે એવામાં ફરી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની નવી આગાહી સામે આવી છે.
હાલમાં ગરમી પડી રહી છે. જેની અસર રવિ પાક પર થવાની શક્યતા છે. જોકે, તાપમાન સામાન્ય કરતાં પણ ઊંચું નોંધાઈ રહ્યું છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાના કારણે પણ તાપમાન ઘટ્યું નથી. હાલના તાપમાનના કારણે રવિ પાકો મોડા પડવાની શક્યતા છે.
નવેમ્બરના 17થી 20ના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ત્રીજા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે. આ જ અસરમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. અરબી સમુદ્રની હલચલ સોમાલિયા તરફ જાય તો ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા ઓછી રહે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી આવી રહ્યા જેના કારણે ગુજરાતમાં તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે. આ સાથે અંબાલાલ પટેલે ૨૦ નવેમ્બર બાદ હવામાન બદલાવ આવશે તેવી પણ આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ત્યાંર બાદ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. ઉત્તર ભારતના પવનોને કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તેવી શક્યતા છે.