22,23અને 24 તારીખે આટલા જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની સંભાવના છે

#આગાહી
Views: 321

heavy rain : રાજ્યમાં વરસાદી માહોલ જામવા લાગ્યો છે. ધીમે ધીમે વરસાદની વાતાવરણ સર્જાઇ રહ્યું છે. ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી પણ કરવામાં આવી રહે છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 22, 23 અને 24 ના રોજ ભારે વરસાદની આગાહી કરી છે સાથે એલર્ટ જાહેર કરાયું છે.

22 તારીખે આટલા વિસ્તારમાં વરસાદ

22 તારીખે દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નમૅદા દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે બાકીના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે.

23 તારીખે વરસાદની આગાહી

23 તારીખે હવામાન વિભાગે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જેમાં વલસાડ નમૅદા ડાંગ તાપી સુરત ભરૂચ છોટાઉદેપુર અને વડોદરામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જ્યારે ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓ વધશે અને વરસાદની માત્રામાં વધારો થાય તેવી શક્યતા છે.

24 તારીખે આટલા વિસ્તારમાં વરસાદ 

બંગાળની ખાડીની સિસ્ટમ ની અસર 24 ઓગસ્ટ થી જોવા મળશે જેમાં વરસાદના વિસ્તારમાં મોટો વધારો જોવા મળશે, મધ્ય પૂર્વ ઉત્તર ની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનો રાઉન્ડ શરૂ થશે. અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ બોરસદ ખેડા તો સુરત ભરૂચ નમૅદા ડાંગ નવસારી તાપી વલસાડ જિલ્લામાં મધ્ય થી ભારે વરસાદની આગાહી કરી છે.

નોંધ: 25,26,27,28 તારીખે અતિભારે વરસાદની સંભાવના છે 

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 22-08-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
તળાજા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસનું શ્રી ગણેશ ભાવ 1611₹||તા 21/8/2024|| રૂના ભાવમાં સતત વધારો, ખાડીએ 100 વધ્યા
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up