પરેશ ગૌસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું હતું કે, ચોમાસાની વિદાય પહેલા ગુજરાતમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ આવી શકે છે. તે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી તૈયાર થઇને ગુજરાત તરફ આવે તેવી શક્યતા રહેલી છે. હાલ દેખાઇ રહેલા ટ્રેક મુજબ જોવા જઇએ તો છત્તીસગઢ, મધ્યપ્રદેશ થઇને ગુજરાત પર આવે તેવી શક્યતા જણાય રહી છે. જોકે, તેમાં ફેરફાર થવાની શક્યતા ખૂબ ઓછી જણાય છે.જેના કારણે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. તારીખો વાઈઝ જોઈએ તો…
23 અને 24 સપ્ટેમ્બર ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
પરેશ ગૌસ્વામીની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે આજે બપોર બાદ ધણા વિસ્તારમાં વરસાદ પડી શકે છે જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નમૅદા દાહોદ છોટાઉદેપુર વડોદરા તેમજ ભાવનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં હળવા થી સામાન્ય વરસાદની સંભાવના છે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓ વધશે સાથે વિસ્તારમાં વધારો થશે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને મહીસાગર દાહોદ પંચમહાલ અરવલ્લી આણંદ બોરસદ જેવા વિસ્તારોમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
25 થી 30 સપ્ટેમ્બરમાં ભારે વરસાદ
હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ગુજરાતમાં 25 સપ્ટેમ્બર થી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નમૅદા જિલ્લામાં અને ભાવનગર અમરેલી જુનાગઢ બોટાદ અને રાજકોટ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
સાથે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ મહીસાગર અમદાવાદ ગાંધીનગર ખેડા જિલ્લામાં મધ્ય થી ભારે વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લામાં પણ હળવા થી મધ્યમ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર ના દ્વારકા પોરબંદર સુરેન્દ્રનગર મોરબી જામનગર અને કચ્છના વિસ્તારમાં 1 થી 5 ઈંચ જેટલો છુટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.