પરેશ ગૌસ્વામીએ હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે સાથે આજથી અમુક વિસ્તારોમાં વરસાદની માત્રામાં ધટાડો થય શકે છે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સાથે જ વરસાદને લીધે નદી-નાળાઓની સપાટીમાં વધારો થયો છે. આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે આગાહી કરી છે.
આજે 29 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ નમૅદા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા આણંદ દાહોદ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે બોટાદ જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ મોરબી બનાસકાંઠા પાટણ મહેસાણા અને કચ્છના વિસ્તારમાં અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. બાકી આજથી વિસ્તારમાં ધટાડો થશે.
30 સપ્ટેમ્બર ના રોજ હળવા મધ્યમ વરસાદની સંભાવના છે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, સાથે અમુક વિસ્તારોમાં હળવા થી સામાન્ય વરસાદની સંભાવના છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જુનાગઢ અમરેલી અને ભાવનગર ના દરીયા કિનારે હળવા વરસાદની સંભાવના છે વલસાડ નવસારી સુરત ભરૂચ અંકલેશ્વર વડોદરા જેવા જિલ્લામાં હળવો વરસાદ વરસવાની શક્યતા છે.બાકીના અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.
ઓક્ટોબર મહિનામાં વરસાદની સંભાવના
ઓક્ટોબર મહિનામાં સમુદ્ર કાંઠે સાયક્લોન બનવાની પણ શક્યતા છે. 7 થી 13 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. બંગાળ ઉપસાગરમાં 14 થી 28 ઓક્ટોબર હલચલ જોવા મળી શકે છે. બંગાળ ઉપસાગરમાં મજબૂત સાયક્લોન આ ભારે સાયક્લોનને કારણે દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાંખે તેવો વરસાદ થઈ શકે છે.