ગુજરાત માં વરસાદી માહોલ જામેલો છે હવામાન વિભાગે હજુ 24 કલાક માટે ભારે વરસાદ ની આગાહી કરી છે , જેમાં ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદની સંભાવના છે.
આજે બપોર બાદ છુટાછવાયા વિસ્તારમાં સારા વરસાદ પડી શકે છે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર મહીસાગર એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગું વિસ્તારમાં સારા વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની સંભાવના છે.તો સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ અમરેલી જિલ્લામાં મધ્ય વરસાદ પડી શકે છે બાકી કોઈ ખાસ સંભાવના નથી.
આવતી કાલે 07 સપ્ટેમ્બરમાં વરસાદ
વરસાદ નો રાઉન્ડ 9 સપ્ટેમ્બર સુધી ચાલશે, 07 તારીખે પણ ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે જેમાં પૂર્વ સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ અમરેલી જિલ્લામાં વરસાદ નું જોર રહેશે સાથે મધ્ય પૂર્વ ગુજરાતમાં દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ બોરસદ દહેગામ ગોધરા મહીસાગર લુણાવાડા પંચમહાલ અમદાવાદ ગાંધીનગર પણ ખેડબ્રહ્મા બેચરાજી કડી વડનગર પાલનપુર ઈડર જેવા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં વિસ્તારમાં ધટાડો આવશે.
નોંધ:- આગોતરું એંધાણ
આગામી દિવસોમાં ફરી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય બનશે જેન વેલમાકૅ લો પ્રેશર સુધી મજબૂત બની શકે છે હાલ તેનો ચોક્કસ રૂટ નક્કી નથી પરંતુ તે ગુજરાતને અસર કરતા રહેશે તેવી શક્યતા છે જેને કારણે ગુજરાતમાં 13-14 તારીખે થી ફરી વરસાદ નો રાઉન્ડ આવવાની શક્યતા છે વધુ માહિતી આગામી દિવસોમાં જણાવીશું..