ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે ગય કાલે ગુજરાતના 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે હવે વરસાદની માત્રામાં વધારો થશે અને દક્ષિણ ગુજરાતમાં , મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના આજે જોવા મળશે, સાથે કાલથી બંગાળની ખાડીની સિસ્ટમ ની અસર જોવા મળશે.
આજે 22 ઓગસ્ટમાં આટલા વિસ્તારમાં વરસાદ
આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નમૅદા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, બોટાદ જિલ્લામાં હળવા થી મધ્યમ છુટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
આવતી કાલે 23 તારીખે વરસાદની આગાહી
દક્ષિણ મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ મહીસાગર ભરૂચ નમૅદા ડાંગ નવસારી તાપી સુરત વલસાડ ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર મોરબી જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદ પડી શકે છે.
24 થી 30 તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી
24 તારીખે થી સાવૅત્રીક વરસાદનો રાઉન્ડ આવશે, બંગાળની ખાડીની સિસ્ટમ ની અસર થાય તેવી શક્યતા છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
અતિભારે વરસાદની સંભાવના જામનગર જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે. સાથે બાકીના વિસ્તારોમાં મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરી છે.