Heavy rain:ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે મોટા ભાગના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 24,25 અને 26 તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. એકસાથે બે સિસ્ટમ ની અસર ગુજરાતમાં જોવા મળશે.
આજે 24 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
24 તારીખે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.ખાસ કરીને ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે છે ઉત્તર મધ્ય ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં મધ્ય થી ભારે વરસાદની સંભાવના છે જ્યારે વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નમૅદા ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ મોરબી જુનાગઢ જામનગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે તોફાની વરસાદ પડી શકે છે બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છ ના વિસ્તારમાં 25 તારીખે થી વરસાદ શરૂ થઈ જાશે.
25 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
25 તારીખે વરસાદના વિસ્તારમાં વધારો થશે અને બપોર બાદ મેધ-તાંડવ જોવા મળશે તેવી શક્યતા છે ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા આણંદ બોરસદ પંચમહાલ મહીસાગર દાહોદ છોટાઉદેપુર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં નમૅદા રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બાકીના જુનાગઢ, જામનગર દ્વારકા પોરબંદર સુરેન્દ્રનગર મોરબી અને કચ્છમાં મધ્યમ થી ભારે વરસાદ પડી શકે છે.
26 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
26 તારીખે સિસ્ટમ ની અસર સૌથી વધુ થશે, જેમાં 15 ઈંચ સુધી નો વરસાદ પડી શકે છે જેમાં અતિભારે વરસાદની સંભાવના દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ મહીસાગર ખેડા ગાંધીનગર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર અને મોરબી જિલ્લામાં જળબંબાકાર વરસાદ પડી શકે છે બાકીના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે આ રાઉન્ડ સાવૅત્રીક વરસાદનો છે એટલે તમામ વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે .