પરેશ ગૌસ્વામી ની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અને વરસાદ અંગે આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદના મોટા રાઉન્ડની શક્યતા રહેલી છે. જોકે, તે પહેલા 20-24 તારીખે લોકલ સિસ્ટમના લીધે વરસાદ પડવાની સંભાવના છે.સાથે તાપમાનનો પારો વધી શકે છે અને પવન ની ગતી ધીમી જોવા મળશે.
સપ્ટેમ્બર મહિનાની 24-25 તારીખ આસપાસ એક મોટો વરસાદનો રાઉન્ડ આવવાનો છે. તે વરસાદ પણ સામાન્ય નહીં હોય, અનેક જગ્યાએ સારો વરસાદ થવાની શક્યતા છે. અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે.અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ફરી સજૉય શકે છે.બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે જે ગુજરાત સુધી આવશે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે જ્યારે મધ્ય પૂર્વ ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે કચ્છમાં પણ સારો વરસાદ અમુક વિસ્તારોમાં પડી શકે છે.
24 અને 25 તારીખે વરસાદની સંભાવના
બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધી 24 તારીખે પહોંચી જશે જેના કારણે 24 સપ્ટેમ્બર બપોર બાદ થી ગાજવીજ સાથે વરસાદ વલસાડમાં, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ જિલ્લામાં જોવા મળશે ત્યાંર બાદ 25 તારીખે થી વરસાદ નો વિસ્તાર અને માત્રામાં વધારો થશે જેમાં 25 તારીખે ભાવનગર બોટાદ અમરેલી વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નમૅદા દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા આણંદ બોરસદ દહેગામ વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે.
26 અને 27 તારીખે વરસાદની સંભાવના
વરસાદનાં વિસ્તારમાં વરસાદ થશે અને અમુક વિસ્તારોમાં ભુક્કા બોલાવી શકે છે વલસાડ નવસારી ડાંગ તાપી જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તો ભાવનગર બોટાદ અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે સુરેન્દ્રનગર મોરબી દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે જામનગર રાજકોટ જૂનાગઢ જિલ્લામાં મધ્યમ થી ભારે વરસાદ પડી શકે છે.
કચ્છમાં પણ રાપર ભુજ ભચાઉ ગાંધીધામ મુદ્રા માંડવી અંજાર તાલુકાના વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી જિલ્લાના વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે પાટણ અને મહેસાણા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.