વરસાદ નો છેલ્લો રાઉન્ડ
નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધી નથી. આ ચોમાસું પૂરું થાય તે પહેલા હજુ વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદી રાઉન્ડની શક્યતા રહેલી છે. સપ્ટેમ્બર પૂરો થાય તે પહેલા ગુજરાતમાં એક વરસાદી રાઉન્ડ આવી શકે છે.બંગાળની ખાડીમાં આજથી 22 તારીખે થી સિસ્ટમ સક્રિય બનશે, તેમજ હવે ધીરે ધીરે વરસાદની ગતિવિધિઓ વધશે, અમુક જગ્યાએ સામાન્ય હળવા વરસાદની સંભાવના 24 તારીખ સુધી છે.
24-25 તારીખ આસપાસ વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. તે રાજ્યના 70% જેટલા વિસ્તારને અસર કરી શકે છે. તે પછી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ
પરેશ ગૌસ્વામીએ વરસાદ ના આ રાઉન્ડ ની આગાહી ધણા સમય પહેલા કરી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
ચોમાસું ગુજરાતમાંથી ક્યારે વિદાય લેશે
પરેશ ગોસ્વામી એ જણાવ્યું છે કે, 30 સપ્ટેમ્બર અથવા 1-2 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે. ધીમી ગતિએ વિદાય જોવા મળશે. વિદાયની પ્રોસેસ 18 થી 20 ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા છે.
અત્યારે અનુમાન એવું પણ આવી રહ્યું છે કે, બંગાળની ખાડીની 2024ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ બની છે તે કદાચ વધારે મજબૂત હોય શકે છે. તેથી રાજ્યના અનેક વિસ્તારમાં નુકસાનકારક વરસાદ પણ વરસાવી શકે છે.