રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. તેમણે આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા પલટા અને માવઠા અંગે અનુમાન વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે. 21થી 28 ડિસેમ્બર સુધીના સેશનમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદી ઝાપટા પણ પડી શકે છે. ખાસ કરીને 25, 26 અને 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાંથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે સાથે દક્ષિણ ભારતમાં ઈશાન નું ચોમાસું સક્રિય છે જેના કારણે બેક ટુ બેક સિસ્ટમ સક્રિય થય રહી છે ત્યારે આના પરિણામે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સરકયુલેશન સક્રિય બનશે જેના કારણે ગુજરાતમાં માવઠું પડશે. જેના લીધે ગુજરાતના ધણા વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે.
આજે ૨૨ ડીસેમ્બર થી ધણા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ થવાનું શરૂ થઈ જશે ને આગામી દિવસોમાં એટલે ૨૫,૨૬,૨૭ તારીખે માવઠું પડશે તેવી શક્યતા છે.
પરેશ ગૌસ્વામી ના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદની સંભાવના છે જેમાં રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં, ધાનેરા, ઈડર, વડાલી, વાવ, રાધનપુર, અંબાજી, થરાદ,ભાભર, ખેડબ્રહ્મા, વિસનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ જિલ્લાના ધણા વિસ્તારમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. બીજી તરફ અમદાવાદ ગાંધીનગર ખેડા દાહોદ ગોધરા અરવલ્લી જીલ્લામાં પણ હળવા થી મધ્યમ માવઠાની સંભાવના છે.
કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો એકાદ વિસ્તારમાં છાંટ છુટ પડી શકે છે સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી જિલ્લામાં હળવા માવઠાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ વાપી કપરાડા ડાંગ તાપી ભરૂચ જિલ્લાનાં વિસ્તારમાં છુટાછવાયા ભાગોમાં હળવા મધ્યમ ઝાપટાં પડી શકે છે સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતા છે.