પરેશ ગૌસ્વામીએ ૨૫ થી ૨૭ ડીસેમ્બરે માવઠાની મોટી આગાહી કરી છે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે આ પલટાનું મુખ્ય કારણ હાલ ઉત્તર ભારત તરફથી ઉદભવેલું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. દક્ષિણ ભારત પર હાલ ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે. આ ઉપરાંત એક મજબૂત વરસાદી સિસ્ટમ ઉદભવી છે. આ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. આ સિસ્ટમને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ પર માવઠાના વરસાદની શક્યતા છે.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાતનાં હવામાનમાં પલટો આવ્યો છે, ૨૫ તારીખે થી ગુજરાતના ભાગોમાં વરસાદની એન્ટ્રી થય જશે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વધું તીવ્ર માવઠું જોવા મળશે, સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને અમુક છુટાછવાયા વિસ્તારમાં છાંટ છુટ અને ઝાપટાં પડી શકે છે.
25 થી 27 માવઠું ભૂક્કા કાઢશે
ઉત્તર ગુજરાતમાં વધુ માવઠાની સંભાવના છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લાના રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં, થરાદ, વાવ, રાધનપુર, અંબાજી, ધાનેરા, પ્રાંતિજ, તલોદ, વડાલી, ઈડર, ઇકબાલગઢ,નેનવા, સાથે અરવલ્લી, મોડાસા, દાહોદ, ગોધરા, મહીસાગર, છોટાઉદેપુર જિલ્લામાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં નમૅદા, ડાંગ, તાપી, વલસાડ જિલ્લામાં હળવા થી મધ્યમ ઝાપટાં પડી શકે છે જ્યારે કચ્છમાં રાપર, ધોળાવીરા,લખતર, નલિયામાં ઝાપટાં પડી શકે છે બાકીના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં છાંટા છુટ અને અમુક જગ્યાએ ઝાપટા પડી શકે છે બાકીના સૌરાષ્ટ્ર ના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે.