હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજયમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેને લઈ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યનાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરતાં કહ્યું છે કે, 26 મી ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ થવાથી 4 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક પંથકમાં માવઠું થવાની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે સવાર સમયે ઠંડી જોવા મળશે જ્યારે બપોર દરમિયાન મહત્તમ તાપમાન વધે તેવી શક્યતા છે. ગુજરાતમાં ધણા વિસ્તારમાં બપોર દરમિયાન નું તાપમાન ૨૭-૨૮ ડીગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે.તારીખ 21 ડીસેમ્બરથી સાયન સૂર્ય મકર રાશિમાં આવશે એટલે તે પછીના દિવસોમાં ધીરે ધીરે ઠંડા પવનો ફૂંકાશે. 21 ડિસેમ્બર બાદ કડકડતી ઠડી પડવાની શક્યતા રહેશે.
૨૨ તારીખે થી ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જ્યારે ૨૫ ડીસેમ્બર બાદથી ફરી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય બની શકે છે.જેના કારણે ૨૬ થી ૪ જાન્યુઆરી દરમિયાન માવઠાની સંભાવના છે.
4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે.ઉત્તર પૂર્વના પવનો ફુંકાતા રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડી પડી રહી છે. જ્યારે અન્ય વિસ્તારોના તાપમાનમાં વધારો થતા ઠંડીથી રાહત મળી છે.