રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો છે. ત્યારે પરેશ ગૌસ્વામીએ 26, 27 અને 28 તારીખમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.બંગાળની ખાડીની સિસ્ટમ છત્તીસગઢ સુધી પહોંચી છે અને એક બીજી સિસ્ટમ ગુજરાત નજીક સંકીય છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
26 તારીખે આટલા વિસ્તારમાં વરસાદ
26 તારીખે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નમૅદા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ બોરસદ પંચમહાલ અમદાવાદ ગાંધીનગર ખેડા અને મહીસાગર જિલ્લામાં હળવા થી મધ્યમ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનાં વિસ્તારમાં મધ્ય થી ભારે તો મહેસાણા પાટણ બનાસકાંઠા જિલ્લામાં હળવા થી સામાન્ય વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં મધ્ય થી ભારે વરસાદ જુનાગઢ જામનગર દ્વારકા પોરબંદર સુરેન્દ્રનગર મોરબી જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે કચ્છમાં છુટાછવાયા વિસ્તારમાં હળવા થી મધ્યમ વરસાદ પડી શકે છે.
27 તારીખે આટલા વિસ્તારમાં વરસાદ
27 તારીખે પણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે નમૅદા નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ વલસાડ જિલ્લામાં મધ્ય થી ભારે અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં મધ્ય થી ભારે વરસાદ પોરબંદર દ્વારકા રાજકોટ જામનગર સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં હળવા થી મધ્યમ સામન્ય છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે કચ્છમાં રાપર ભુજ ભચાઉ ગાંધીધામ મુદ્રા છુટાછવાયા વિસ્તારમાં 1 થી 2 ઈંચ વરસાદ વરસી શકે છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લામાં હળવા મધ્યમ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં પડશે અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
28 તારીખે આટલા વિસ્તારમાં વરસાદ
28 તારીખ ના રોજ વરસાદના વિસ્તારોમાં થોડો ઘટાડો નોંધાય શકે છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા રહેલી છે.