અરબી સમુદ્ર મા દૂર ગયેલ UAC તથા ટ્રફ ફરીથી સૌરાષ્ટ્ર તરફ આવતા ગુજરાત માં ભારે વરસાદ ની શક્યતા.આવતા 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિભારે વરસાદની સંભાવના.
પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં મેધ–તાંડવ
જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને લાગુ મધ્ય સૌરાષ્ટ્ર જેમાં દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર, પોરબંદર, કુતિયાણા, કાલાવડ, લાલપુર, જામજોધપુર, જામનગર, જુનાગઢ, વિસાવદર, કેશોદ, વંથલી, સોરઠ પંથકમાં,તો અમરેલી જિલ્લાના અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે. સાથે રાજકોટ, જામનગર, મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે તો વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં મધ્યમ થી ભારે વરસાદ પડી શકે છે, મધ્ય પૂર્વ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં સારા વરસાદો જોવા મળશે આણંદ અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
ઉત્તર મધ્ય પૂર્વ અને કચ્છમાં વરસાદ
ઉત્તર ગુજરાતમાં બપોર બાદ વરસાદી માહોલ જામશે જેમાં બનાસકાંઠા થરાદ વાવ રાધનપુર અંબાજી અરવલ્લી મહેસાણા જિલ્લામાં વરસાદની સંભાવના છે કચ્છમાં પણ વરસાદ યથાવત રહેશે જેમાં દરીયા કિનારે ગાંધીધામ મુદ્રા માંડવી નલીયા ભુજ ભચાઉ રાપર જેમાં વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે.