નવેમ્બર મહિનો પુરો થવા આવ્યો છે ત્યારે ગુજરાતમાં ઠંડીનું થોડું જોર જોવા મળી રહ્યું છે ધણા વિસ્તારમાં રાત્રીનું લધુત્તમ તાપમાન ૧૧ થી ૨૫ ડીગ્રી સેલ્સિયસ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં માવઠાની આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બની હતી તે ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બની છે સાથે બેક ટુ બેક ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે જેથી ગુજરાત નજીક એક અસ્થિરતા સજૅશે જેના કારણે ગુજરાતમાં માવઠાની સંભાવના છે ગુજરાતમાં ૩ થી ૯ ડીસેમ્બરમાં માવઠાની આગાહી પરેશ ગૌસ્વામીએ કરી છે.
૨ તારીખે થી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને ચોમાસું હોય તેવું વાતાવરણ જોવા મળશે, એકદમ ધાટા કાળાડિબાંગ વાદળો જોવા મળશે તેવી શક્યતા છે જેમાં અમુક વિસ્તારોમાં હળવા થી છાટછુટ જેવા વરસાદની સંભાવના છે. ખાસકરીને મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગું વિસ્તારમાં છુટાછવાયા વિસ્તારમાં માવઠાની સંભાવના છે.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ વાપી કપરાડા વાની બીલીમોરા વાસંદા નવસારી ડાંગ તાપી વ્યારા રાજપીપળા નર્મદા છોટાઉદેપુર દાહોદ ગોધરા જેવા વિસ્તારોમાં હળવા માવઠાની સંભાવના છે તો બાકીના ગુજરાતના ભાગોમાં કોઈક જગ્યાએ ઝાપટા પડી શકે છે.