હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો તેમાં તેમણે પણ માવઠાની આગાહી આપી છે. તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, માર્ચના અંતિમ દિવસોમાં પવનની થોડી સ્પીડ જોવા મળશે. આ બહુ મોટો ફેરફાર નહીં હોય. કેટલાક વિસ્તારોમાં ઝટકાંના પવનો હશે સાથે આગામી દિવસોમાં તાપમાન નો પારો રેકોર્ડ તોડશે તેવી શક્યતા છે.
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, 31મી માર્ચથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે. સૌપ્રથમ આ પલટો દક્ષિણ ગુજરાતમાં પલટો આવશે. પછી પહેલી એપ્રિલથી લઈને ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. અનેક જગ્યાએ ઘાટા વાદળો છવાશે. છૂટી છવાઈ જગ્યાએ માવઠાના ઝાપટાં પણ પડી શકે છે. 31 માર્ચથી લઈને પાંચમી એપ્રિલ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા માવઠાના ઝાપટાં પડી શકે છે.
આ સાથે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ૨૯,૩૦,૩૧ માર્ચ દરમિયાન હીટ વેવ નો રાઉન્ડ આવશે, જેમાં ભયંકર ગરમી જોવા મળશે તેવી શક્યતા છે મોટાં ભાગનાં વિસ્તારમાં ૪૧ થી ૪૩ ડીગ્રી તાપમાન નોંધાશે. ઈડર વડાલી વાવ રાધનપુર પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત રાજકોટ જામનગર જુનાગઢ અમરેલી અને બોટાદ જિલ્લામાં તાપમાનનો પારો ૪૩ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચવા ની સંભાવના છે.