કાળા તલમાં રુ.૫૦ નો ઉછાળો
કાળા તલની બજારમા ડિમાન્ડ નીકળતા ભાવમાં રૂ.૫૦નો સુધારો આવ્યો હતો. કાળા તલની આવકો હવે ધટવા લાગી છે અને સમગ્ર ગુજરાતમાં ૮૦૦થી ૧૦૦૦ બોરીની આવક પણ માંડ થાય છે. આ વર્ષે ઉનાળુ કાળા તલનો પાક ઓછો હોવાથી બજારમાં અત્યારે સુધારો આવ્યો છે. તલની બજારમાં ભાવ હજી પણ થોડા વધે તેવી ધારણા છે.
કોરિયાનાં ટેન્ડર બાદ સફેદ તલની બજારમાં ભાવ હજી થોડા
કોરિયાનાં ટેન્ડરમાં ભારતને ૫૮૦૦ ટનનો ઓર્ડર મળ્યાં બાદ સફેદ તલની બજારમાં આજે કિલોએ રૂ.૧થી ૨ અને મણે રૂ.૨૫થી 30નો ઘટાડો જોવા મળ્યો હતો . તલની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
આજે ગઈકાલની તુલનાએ વેચવાલી ૮થી ૧૦ હજાર ટન ઓછી હતી. સફેદ તલની આવકો હવે ન વધે તેવી પણ સંભાવનાં છે. આગામી સપ્તાહે વરસાદની આગાહી છે. જો વરસાદ આવશે તો આવકમાં મોટો ધટાડો થાય તેવી સંભાવના દેખાય રહી છે.
સફેદ તલના ભાવ કેવા રહેશે
સફેદ તલના ભાવ છેલ્લા દસ દિવસથી એકધારા વધી રહ્યા છે. ઉનાળુ સફેદ તલના ભાવમાં છેલ્લા દસ દિવસમાં મણે ૨૦૦ રૂપિયાની તેજી થઇ ચૂકી છે. તલનો ભાવ કિલોનો ૧૦૩-૧૦૪ રૂપિયા હતો તે વધીને ૧૧૬ રૂપિયા થયો છે એટલે કે નવા સફેદ તલની આવક શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં સફેદ તલમાં કિલોએ ૧૨ થી ૧૩ રૂપિયા વધી ગયા છે એટલે મણે ૨૫૦ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે