કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ હવે ગુજરાતમાં ચોમાસુ ક્યારે દસ્તક દેશે તે અંગે ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. જોકે, આ પહેલા ચોમાસું ગોવા થઈને મહારાષ્ટ્ર અને તે પછી ગુજરાતમાં એન્ટ્રી કરતું હોય છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 14 જૂને ચોમાસું ગુજરાતમાં બેસે તેવી આગાહી કરી છે. પરેશ ગૌસ્વામીએ 9 થી 13 જુનમાં ભારે વરસાદની આગાહી કરી છે.
અરબી સમુદ્રમાં 8 જુન દરમિયાન લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે તેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે આ સિસ્ટમ ને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે પ્રિ મોન્સુન એક્ટિંવીટીને કારણે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે.
05 થી 10 જુનમાં વરસાદ
ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટી નો વરસાદ શરૂ થઈ ચુક્યો છે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટી નો વરસાદ પડી શકે છે. જેમાં ભાવનગર, જુનાગઢ, અમરેલી,ગીર સોમનાથ, પોરબંદર, વલસાડ, નમૅદા, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.
09 થી 14 જુનમાં ભારે વરસાદ
અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય બનશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે આ સિસ્ટમ મુંબઈ તરફ આગળ વધી શકે છે જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે
જેમાં ગુજરાતના વલસાડ નમૅદા નવસારી તાપી ડાંગ નમૅદા વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર તો ભાવનગર રાજકોટ બોટાદ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટી નો ભારે વરસાદ પડી શકે છે.
શું અરબી સમુદ્રમાં વાવઝોડું બનશે?
પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડી બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડાની ચર્ચાઓ વચ્ચે નવી આગાહી કરીને કહ્યું છે કે, અરબી સમુદ્રમાં હલચલ ઉભી થઈ છે પરંતુ વાવાઝોડું બને તેવી શક્યતા દેખાતી નહીં. 1 જૂને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી અને લો-પ્રેશર બની રહ્યું છે. પણ ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટી થય શકે છે.