હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ કહ્યુ કે 4થી 8 ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. જે ઓમાન તરફ આગળ વધી શકે છે. તેમણે કહ્યું કે ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસરને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો-ઘટાડો થઈ શકે છે.
ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડી જામી રહી છે. એવામાં ફરી ઠંડીમા ધટાડો થશે જોકે, તે બાદ ફરીથી ઠંડી વધવાની આશંકા વ્યક્ત કરી છે. આજથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણની સાથે માવઠાની પણ આગાહી કરી છે. તો આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ.
ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે તાપમાન વધવાની શક્યતા રહેશે. ખાસ કોઈ ભારે વરસાદની સંભાવના નથી પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગું વિસ્તારમાં છુટાછવાયા વિસ્તારમાં છાંટ છૂટ તો અમુક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે.
પરેશ ગૌસ્વામીની આગાહી મુજબ વાપી, કપરાડા, વાની, બીલીમોરા, વાસંદા, નવસારી, ડાંગ, વલસાડ, જંબુસર, ઓલપાડ, સુરત, ભરૂચ, નમૅદા, રાજપીપળા, અંકલેશ્વર, છોટાઉદેપુર જેવાં ભાગોમાં માવઠાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રમાં જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા ભાવનગર અમરેલી રાજકોટ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે,બાકીના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં આકાશ એકદમ ખુલ્લું રહે તેવી શક્યતા છે.