રાજ્યમાં ચોમાસાની વિદાય સાથે મેઘરાજાએ ફરી ધડબડાટી બોલવાનું શરૂ કર્યું છે. આગામી 48 કલાક હજી રાજ્યમાં માટે ભારે છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે બંગાળની ખાડીની સિસ્ટમ અને એક સાયક્લોનિક સરકયુલેશન ગુજરાતમાં સક્રિય છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
28 તારીખે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે હજું 3 દિવસ વરસાદ નો રાઉન્ડ ચાલુ રહેશે, આજે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમૅદા નવસારી તાપી બીલીમોરા વાસંદા રાજપીપળા અંકલેશ્વર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
મધ્ય પૂર્વ ઉત્તર ગુજરાતમાં દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ મહીસાગર અરવલ્લી જિલ્લાના વિસ્તારમાં મધ્ય થી ભારે વરસાદની સંભાવના છે તો અમદાવાદ ગાંધીનગર ખેડા પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લામાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે કચ્છમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર ના બાકીના વિસ્તારોમાં સુરેન્દ્રનગર બોટાદ મોરબી દ્વારકા પોરબંદર જામનગર જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે.
29 તારીખે વરસાદની આગાહી
29 સપ્ટેમ્બર થી વરસાદ નું જોર ધટશે. પરંતુ હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે ભાવનગર અમરેલી જુનાગઢ ગીર રાજકોટ બોટાદ સુરત વલસાડ નમૅદા નવસારી તાપી ડાંગ ભરૂચ નમૅદા દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં વરસાદની સંભાવના છે જ્યારે બાકીના વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે.