ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે એવાંમા ફરી ગુજરાતમાં આગામી 48 કલાક સુધી અવિરત અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં આજે સૌરાષ્ટ્ર કચ્છમાં મેધ-તાંડવ જોવા મળશે.
આજે 28 તારીખે સૌરાષ્ટ્ર કચ્છમાં મેધ-તાંડવ
ગઈકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જળબંબાકાર વરસાદ નોંધાયો હતો,જ્યારે આજે પણ મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી રાજકોટ દ્વારકા ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે બોટાદ અને ભાવનગર જિલ્લામાં હળવા થી મધ્યમ છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે કચ્છમાં માંડવી નલીયા ભુજ ભચાઉ અબડાસા નખત્રાણા તાલુકાના વિસ્તારમાં 10 થી 15 ઈંચ સુધી વરસાદ પડી શકે છે.
ઉત્તર ગુજરાતમાં મહેસાણા વાવ રાધનપુર ભાભર વિજયનગર ખેડબ્રહ્મા બેચરાજી કડી વડનગર પાટણ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં સારાં વરસાદની સંભાવના છે.
મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ બોરસદ દહેગામ ગોધરા મહીસાગર લુણાવાડા દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ જિલ્લામાં મધ્યમ થી ભારે વરસાદની સંભાવના છે જ્યારે બાકીના દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં સુરત ભરૂચ નમૅદા ડાંગ નવસારી તાપી અને વલસાડ જિલ્લામાં વરસાદની સંભાવના રહે લી છે.
29 તારીખે પણ અતિભારે વરસાદ પથાવત
સિસ્ટમ હજુ મજબૂત છે એટલે તેની અસર ગુજરાતમાં જોવા મળશે જેમાં 29 તારીખે પણ ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે જેમાં કચ્છમાં રાપર ભુજ ભચાઉ ગાંધીધામ મુદ્રા માંડવી નલીયા નખત્રાણા તાલુકાના વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે બાકીના સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં મધ્ય હળવા ભારે વરસાદની સંભાવના ઉત્તર મધ્ય પૂર્વ દક્ષિણ ગુજરાતમાં વરસાદ નું જોર ધટી શકે છે.