દેશમાં આવપે જીરૂનો ૧થી ૧.૧૦ કરોડ ભોરીનો પાક થયો હતો, જેમાંથી ખેડૂતો પાસે હજી પણ ૩૦થી ૪૦ લાખ બોરીનો સ્ટોક પડ્યો હોવાનો વેપારીઓનો અંદાજ છે. આ જોત્તા જીરૂની બજારમાં આગળ ઉપર રમજાનની નિકાસ માંગ આવે તો બજારમાં થોડો સુધારો આવશે, પરંતુ ભહુ મોટી તેજી થાય તેવા સંજોગો નથી.
જીરું ના વેપારીઓ જણાવી રહ્યા છે કે નવી સીઝનમાં ૨૫ લાખ બોરી ઉપર જ કેરીઓવર સ્ટોક થાય તેવો અંદાજ છે અને નવી સિજનમાં એટલો પાક ઓછો આવે તો પણ માંગ-સપ્લાયમાં બહુ કોઈ મોટો ફરક પડશે નહીં, જેને કારણે જીરૂની બજારમાં હાલ નવી સિઝન સુધી અને નવા કોઈ મોટા કારણો ન આવે ત્યા સુધી તેજી થાય તેવા કોઈ સંજોગો દેખાતા નથી. જીરૂની બજારમાં ઓલઓવર બજારો રેન્જબાઉન્ડ રહેશે. જેવી તેજી થશે તેવી ખેડતોની વેચવાલી આવી જાય તેવી ધારણાં છે.
આ વર્ષ જીરુંમાં વધ-ધટ બજાર જોવા મળશે, જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાંતિ સુધી જીરું ના ભાવ ૫૦૦૦ હજાર આસપાસ રહેવાની સંભાવના છે નવું જીરું બજારમાં આવશે એટલે બજાર થોડી નીચે આવશે, પરંતુ કોઈ મોટી મંદી આવે તેવી શક્યતા નથી. ૨૦૨૫ માં જીરું ના ભાવ ૪૫૦૦-૬૦૦૦ વચ્ચે રહેવાની સંભાવના છે.
ગુજરાતમાં આ શિયાળુ સિઝનમાં જીરાનું વાવેતર સાડા ચાર લાખ હેક્ટરને પાર પહોંચ્યુ છે. જે ગત સિઝનના વાવેતરની સરખામણીએ અંદાજે એક લાખ હેક્ટર જેટલુ ઓછુ છે. જોકે, છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સરખામણીએ 20 ટકા વધારે છે. આ વખતે બજારની ધારણા કરતાં જીરાનું વાવેતર વધુ નોંધાયુ છે.
વાવેતર વિસ્તારની સીધી અસર જીરા બજાર ઉપર જોવા મળી છે. દિવાળી બાદથી સતત મંદી સાથે વેપાર થયા બાદ છેલ્લા એક સપ્તાહથી જીરામાં સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળ્યો છે. હાલની સ્થિતિએ ખેડૂતોને રૂ.4400થી રૂ.4800ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે. આ વખતે દિવાળી બાદ પણ ઓફ-સિઝન હોવા છતાં જીરાની આવક એકસ્તરે જળવાયેલ રહી છે. આથી ઓફ-સિઝનમાં મંદી તરફી માહોલ જ વધુ જોવા મળ્યો છે.