હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં ઠંડી અને માવઠાની આગાહી કરી છે,ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. દિવસે પંખા ચાલુ રાખવાની પણ સ્થિતિ આવી શકે છે.
રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.
ગુજરાતમાં અત્યારે ઉત્તર પૂર્વ ના પવનનો ફુંકાઈ રહ્યા છે જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ સવારે અને રાત્રે જોવા મળી રહ્યું છે.આગામી 18થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે. આ માવઠા પછી પણ ઠંડીનો દોર ચાલુ રહેશે. જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે ઠંડી જોવા મળશે.તેમજ ફેબ્રુઆરીમાં પણ ગયાં વર્ષ કરતા ઠંડીનું પ્રમાણ વધુ રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે પવનની ગતિ વધું જોવા મળશે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે સાથે પવનની ગતિ ૧૫-૨૦ કીમી પ્રતી કલાકની રહેશે, જ્યારે એવરેજ કચ્છમાં ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ૧૦-૧૮ ની ગતિએ પવન જોવા મળશે.