છેલ્લા એક સપ્તાહમાં જીરાના ભાવમાં પ્રતિ મણ રૂ.150 સુધીનો ઘટાડો નોંધાયો છે. જેની અસરથી જીરાના સરેરાશ ભાવ રૂ.4500ની સપાટીએ પહોંચી ગયા છે. જીરાના માર્ચ વાયદામાં રૂ.22400ની સપાટીથી નીચે વેપાર થતો જોવા મળ્યો છે. ઉંઝામાં દૈનિક 7 હજાર બોરીથી 10 હજાર બોરી વચ્ચે જીરાની વેચવાલી જોવા મળી છે. જ્યારે બીજી તરફ સ્થાનિક માંગ સ્થિર છે અને નિકાસના વેપાર પણ ઓછા હોવાથી લેવાલી ઓછી છે.
આ સિઝનમાં ગુજરાતમાં જીરાનું વાવેતર 476046 હેક્ટરમાં નોંધાયુ છે, જે ગત સિઝનમાં 561306 હેક્ટર હતુ. ગત સિઝનની સરખામણીએ જીરાનું વાવેતર ઘટ્યુ છે. જોકે, છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ કાઢીએ તો જીરાનું વાવેતર 24 ટકા જેટલુ વધ્યુ છે. ગત સિઝનમાં રૂ.12 હજાર જેટલા ઉંચા ભાવ હોવાથી જીરાનું વાવેતર ઐતિહાસિક સાડા પાંચ લાખ હેક્ટરને પણ પાર પહોંચ્યુ હતુ. બાકી ગુજરાતમાં સરેરાશ ચાર લાખ હેક્ટર આસપાસ જ જીરાનું વાવેતર થાય છે.
જીરૂની બજારમાં મંદીનો દોર યથાવત છે અને આજે વધુ રૂ.૫૦ પ્રતિ ૨૦ કિલો નીકળી ગયા હતા. જીરૂના પાકની સ્થિતિ સારી છે અને વાવેતર સારા થયા હોવાથી નવી જેટલું આવી જાય તેવી ધારણા છે. આ સંજોગોમાં જીરુંની બજારમાં નિકાસ વેપારો સારા છે. પંરતુ તે માટે બજારમાં નવી માંગ આવતી નથી. નિકાસકારો ડાયરેક્ટ ખેડૂતો પાસેથી પણ માલ ખરીદી કરી રહ્યાં હોવાયઈ જીરૂમાં કોઈ અછત જેવી સ્થિતિ ન હોવાથી જીરૂની બજારમાં ભાવ ઘટી રહ્યાં છે.
જીરૂના વેપારીઓ કહે છેકે જે વેપાર પરકોઈ ખરાબ ન થાય (તો જીરૂની બજારમાં ભાવ હજી પણ નીચા આપ તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે. ગુજરાતમાં જીરૂના વાવેતર ગતવર્ષની તુલનાએ ૧૦થી ૧૫ ટકા પટવા છે. , પરંતુ રાજસ્થાનમાં સ્થિતિ સારી હોવાથી બજારમાં તેજી થવાના ચાન્સ હાલ કોઈ દેખાતા નથી. બેન્ચમાર્ક જીરૂ વાયદી રૂ.૩૪૫ ઘટીને રૂ.૨૩,૪૮ની સપાટી પર બંધ રહ્યો હતો. પાયદો હજી પણ ઘંટે તેથી ધારણા છે.