ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે અને હવે આગામી સમયમાં ગુજરાતના હવામાનમાં કેવો પલટો આવી શકે છે તે અંગેની સંભાવનાઓ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તેમણે ઠંડી, પવન અને ઝાકળની કેવી સ્થિતિ રહી શકે છે તે વિશે તારીખો સાથે જણાવ્યું છે. પરેશ ગોસ્વામીએ શિયાળો લાંબો ચાલવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં આગામી દિવસોમાં 2-3 દિવસની રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જોકે, આ દરમિયાન પણ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોના સંકેત દેખાતા નથી તેવું તેમણે જણાવ્યું છે.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આ વર્ષ ઠંડી લાંબી ચાલશે, સાથે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ધટી શકે છે જેમાં રાત્રે લધુત્તમ તાપમાન ૧-૨ ડીગ્રી સેલ્સિયસ ઉંચુ જય શકે છે ઠંડી નું જોર ધટશે. અત્યારે ખાસ તો બપોર અને સાંજે તાપમાન નોર્મલ કરતાં નીચું ચાલી રહ્યું છે.
પવનની ગતિમાં સામાન્ય રાહત 19મી તારીખથી મળી શકે છે. 19મીથી પવનની ગતિ ઘટીને 10-15 કિલોમીટર પ્રતિ કલાકની થવાની શક્યતાઓ છે. આગામી સમયમાં પણ ઉત્તર અને ઉત્તર-પૂર્વના પવનો ચાલુ રહેશે પરંતુ 19 તારીખથી પવનની દિશા બદલાઈને ઉત્તર-પશ્ચિમના પવનો થઈ શકે છે.
આગામી ૩ દિવસ ઝાકળ વરસાદ નો રાઉન્ડ આવશે, સાથે જ આ ઝાકળ વરસાદ નો રાઉન્ડ હળવો હશે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ના દરીયાઇ વિસ્તારમાં, સૌરાષ્ટ્રના દરીયાઇ પટ્ટી મા તો ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં ઝાકળ વરસાદની સંભાવના છે.રાજસ્થાનના પૂર્વ ભાગો, ઉત્તરપ્રદેશના દક્ષિણ ભાગ અને મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એન્ટી સાઈક્લોન બનશે જેના લીધે ઠંડીમાં રાહત મળશે અને પવનની દિશામાં ફેરફાર થશે.