તલની બજારમા ભાવ નરમ સપાટી પર આગળ વધી રહ્યાં છે. દેશમાં આયાતી તલનો માલ બોજો વધારે છે અને તલની બજારમાં વેચવાલી લોકલ બહું નથી, પરંતુ આયાતી તલનો સ્ટોક વધારે છે. બીજી તરફ તલમાં લોકલ કે નિકાસ વેપારો નથી. જાન્યુઆરી મહિનામાં તલના વેપારો બહુ નહીંવત થયા હોવાથી બજારમાં ચમક જ નથી. છેલ્લા દશેક દિવસથી તલના ભાવમાં એકધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં તલની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર જ ભજારનો આધાર રહેલો છે.
રાજકોટમાં સફેદ તલની ૨૦૦૦ કટ્ટા ની આવક હતી અને યાર્ડમાં કુલ ૩૫૦૦ કટ્ટા પેન્ડિંગ પડ્યાં છે. તલમાં ધરાકી જ ઓછી હોવાથી પેન્ડિંગ સ્ટોક ઓછો થતો નથી. ભાવ મિડીયમ હલ્દમાં રૂ.૧૮૦૦થી ૨૦૦૦ , બેસ્ટ હલ્દ માં રુ.૨૦૦૦ થી ૨૨૦૦ અને પ્યોર કરિયાણાભર સફેદ તલમાં રુ.૨૫૦૦ થી ૨૭૦૦ હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમા રૂ.૪૫૦૦થી ४६००, ઝેડ બ્લેકમા રૂ.૪૩૦૦થી ૪૪૫૦ અને એવરેજ ભાવ રૂ.૩૧૦૦થી ૪૧૦૦ હતા. રાજકોટમાં ૫૦ કટ્ટાની આવક હતી.
સાઉથના નવા કોપમાં ગોલ્ડન યેલ્લો ક્વોલિટીના ભાવ મુન્દ્રા પહોંચમાં રૂ.૧૬૦ પ્રતિ કિલોના એમ.પી.-યુ.પીના હલ્દ સેમીનો ભાવ રૂ.૧૪૭ હતા.