ગુજરાતમાં માવઠાનો કહેર વર્તાશે, ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર સાવધાન, પરેશ ગૌસ્વામીની આગાહી

#આગાહી
Views: 238

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે.એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત પર એક અસ્થિરતા સર્જાવવાની છે.જેના કારણે રાજ્યમાં ત્રણ, ચાર અને પાંચ એમ ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતા છે.આ માવઠાની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળે તેવી સૌથી વધુ શક્યતા જોવા મળી રહી છે.

પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે જેમાં રાજસ્થાન બોર્ડર લાગું વિસ્તારમાં, થરાદ, વાવ, રાધનપુર, અંબાજી, ધાનેરા, પ્રાંતિજ, તલોદ, વડાલી, ઈડર, ઇકબાલગઢ, નેનવા, મહેસાણા, અરવલ્લી, પાટણ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.

આ સાથે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, અમરેલી, જુનાગઢ અને ભાવનગર જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં હળવા થી મધ્યમ ઝાપટાં પડી શકે છે બાકીના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.

મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે અમુક વિસ્તારોમાં ભારે ઝાપટાં પણ ગાજવીજ સાથે પડી શકે છે જેમાં અમદાવાદ, ગાંધીનગર,ખેડા,કડી, આણંદ, બોરસદ, તારાપુર, વડોદરા, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ઝાપટાં અને છાટછુટ પડી શકે છે બાકીના કચ્છમાં રાપર અંજાર ભચાઉ ગાંધીધામ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં ઝાપટું પડી શકે છે તેવી આગાહી પરેશ ગૌસ્વામીએ કરી હતી.

૩ દિવસ માવઠાનો માર, શિયાળે ચોમાસું જેવો માહોલ, પરેશ ગૌસ્વામીની નવી આગાહી
કાળા તલની બજારમાં તેજી, એક જ દિવસમાં મણે રૂ.૨૫૦નો ઉછાળો આવ્યો, ભાવ કેવા રહેશે જાણો

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up