ધંઉની બજારમાં ભાવ મજબુત રહ્યાં હતા. ગુજરાતમાં દેશી ઘઉંની વેચવાલી બહુ ઓછી હોવાથી મિલોના ભાવમાં રૂ.૨૦થી ૩૦નો સુધારો જોવા મળ્યો હતો.આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે.
નવા ઘઉંની આવકો પંદરેક દિવસ બાદ થોડી-થોડી દેખાવા લાગે તેવી ધારણા છે. દરમિયાન એફસીઆઈના ચાલુ સપ્તાહનાં ટેન્ડરમાં ગુજરાતમાં નીચામાં રૂ.૨૪૯૭ના ભાવની અને ઉંચામાં રૂ.૨૯૧૦ના ભાવથી ભીડ આવી હતી. આમ એવરેજ ભાવ જે હતા. ટેન્ડરની શરૂઆત થઈ ત્યારે રૂ. ૨૯૦૦થી 3000 હતા, જે હવે રૂ.૨૫૦૦ આસપાસ આવી ગયાં છે.
રાજકોટમાં ઘઉંની કુલ ૪૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.પ૯૫ થી ૫૭૦, એવરેજ રૂ.૫૮૦થી ૬૨૫, સારી ક્વોલિટીમાં રૂ.₹૩૦થી ૬૯૦ હતા.
ગોંડલ યાર્ડમાં ૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૫૮૦થી ૬૨૬ અને ટૂંકડામાં રૂ.૬૦૦થી ૬૯૦ હતા. હિંમતનગરમાં ૫૦ ગુણીની આવક વક હતી અને ભાવ મિલ ક્વોલિટીમાં રૂ.૫૬૦, મિડીયમમાં રૂ.૯૦૦થી ૬૧૦ અને સારી ક્વોલિટીમાં રુ.૬૪૦ ના ભાવ હતા.
વૈશ્વિક ઘઉંની બજારમાં સુધારો હતો. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ૨.૫૫ સેન્ટ વધીને ૫.૭૫ ડોલરની સપાટી જોવા મળી હતી. ઘઉં ભાવમાં સપ્તાહમાં દોઠ ટકા જેવા વધ્યાં હતા.