કપાસની બજારમાં ભાવ સ્થિર, આવકો ઘટી, કપાસમાં મોટી તેજીનાં એંધાણ

કપાસની બજાર
Views: 7K

કપાસની બજારમાં ભાવ નીચ સપાટી પર સ્ટેબલ હતા અને શનિવારે આવક થોડી ઓછી થઈ હતી. આગામી દિવસમાં કપાસના ભાવમાં સરકારી ખરીદી કેવી એ છે તેના ઉપર આગળની બજારનો આધાર કહેલો છે. સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં ૨૮ હજાર મણ હળવદમાં ૫૦૦0 મણ, બાજરામાં ૧૦ હજાર મણ, અમરેલી ૩૫૦૦ મણ અને ગઢડામાં ૫૦૦૦ મણની આવક થઈ હતી.

કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની ૭૦થી ૮૦ ગાડીની આવક હતી અને ભા૫ રૂ.૧૪૦૦થી ૧૪૩૦ હતા. જ્યારે કાંઠીયાવાડથી ૫૦ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૪૭૦થી ૧૪૬૦ હતા .સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ૪૦થી ૫૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૩૫૦થી ૧૪૫૦ના ભાવ પ્રતિ ૨૦ કિલોના હતા.

રાજકોટમાં નવા કપાસની નવ હજાર મણની આવક હતી અને ભાવ કોર-જીમાં રૂ.૧૪૩૦થી ૧૪૫૦, એ પ્લસ રૂ.૧૪૧૦થી ૧૪૨૦, એ પ્લસ રૂ.૧૩૮૦થી ૧૪૧૦ અને બી ગ્રેડ રૂ.૧૩૨૫થી ૧૩૭૫ અને સમી મા રૂ.૧૨૦૦થી ૧૨૫૦ હતા. એક એન્ટ્રી રૂ.૧૪૭૫ની હતી.

રૂની બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને ભાવમાં વધુ રૂ.૧૫૦નો ઘટાડો થયો હતો. રૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના પર આગળની બજારની આધાર રહેલો છે.

ગુજરાતમાં શંકર રૂના ભાવ ૨૯ લેન્થ અને ૩.૮ માઈનસ ની શરતો ના ભાવ રૂ.૧૫૦ ઘટીને રૂ. ૫૨,૫૦૦ ૫૩,૦૦૦ના હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ રૂ.૨૫૦ ઘટીને ખાંડીના રૂ.૩૯,૫૦૦થી ૪૦,0૦0 હતા.

કપાસીયા ખોળની બજારમાં ભાવ સ્ટેબલ હતા. શનિવારે બેન્ચમાર્ક બોળ વાયદો ૨.૮ ઘટીને રૂ.૨૬૭૬ સપાટી પર બંધ રહ્યો હતો. મોરબીમાં ખોળના ભાવ નાફેડ બારદાન રૂ.૧૫૫૦, મુગર બારબન રૂ.૧૫૭૦ અને જોડ ભારદાન રૂ.૧ હતાં. સૌરાષ્ટ્રમાં ખોળ બાન્ડેડ રૂ.૧૫૧૫ અને એવરેજ નાની મિલોના ભાવ રૂ.૧૪૭૫થી ૧૫૦૦ના પ્રતિ ૫૦ કિલો હતા. કપાસિયા સીડના ભાવ ૨૦ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ રૂ.૬૬૦થી ૬૦૫ હતા. કડીમાં રૂ.૧૯૦થી ૭૦૦ હતા.

કાળા તલની બજારમાં રેકોર્ડ બ્રેક તેજી, સફેદ તલના ભાવ સ્ટેબલ, જાણો બજાર કેવી રહેશે
આજે ઘઉમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના ઘઉ ના બજાર ભાવ,10/02/2025 ના તમામ માર્કેટ યાર્ડ ના ભાવ જાણો

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up