લાલ ડુંગળીની બજારમાં આવકો સ્ટેબલ અને સામે ઘરાકી સારી હોવાથી ભાવમાં રૂ.૨૫થી રૂ.30નો સુધાર જોવા મળ્યો હતો. નાશીકમાં પણ સારી ડુંગળીના ભાવ રૂ.૪૦ પ્રતિ કિલો પહોંગી ગયા છે જેને પગલે ગુજરાતની બજારમાં 49 ડિમાન્ડ સારી છે અને ભાવ ઉચકાયા છે .લાલ ડુંગળીમાં જો ડિમાન્ડ આવ્યે રહેસે અને આવકો વધશે નહીં તો ભાવ હજી થોડા વધી શકે છે. સારી ક્વોલિટીના મણના રૂ.૬૦૦ સુધીના ભાવની ધારણા છે, જ્યારે સફેદમાં ખાસ કોઈ મોટી તજી લાગતી નથી. સફેદની આવકમાં પંદરેક દિવસમાં મોટો વધારો થાય તેવી ધારણાં છે પરિણામે જે વધારો થશે તે લાલમાં જ થાય તેવી ધારણા છે.
મહુવામાં લાલ ડુંગળીના ૮૦ હજાર કટ્ટાના વેપાર હતા અને ભાવ ૨૦ કિલોના લાલમાં રૂ.૨૦૦થી પર૯ હતા. સફેદની ૬૫ હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૨૨૯થી ૩૪૭ હતા. ગોંડલમાં લાલ ડુંગળીની ૩૪ હજાર કટ્ટાના વેપાર સામે ભાવ રુ.૧૫૧ થી ૫૬૬ અને સફેદ ની ૧૬૦૦૦ કટ્ટા ની આવક સામે ભાવ રુ.૧૯૧ થી ૨૭૧ ના હતા.
રાજકોટમાં ડુંગળીની ૭૦૦૦ કટ્ટા ની આવક સામે રુ.૧૩૦ થી ૪૭૦ હતા. ગુજરાત તેમજ નાસીક મા આવકો સ્ટેબલ છે.નાશીકની લાસણગાવ મંડીમાં ૭૦૦૦ ક્વિન્ટલ ની આવકો સામે ભાવ રુ.૧૨૦૦ થી ૪૦૦૦ ક્વિન્ટલ ના હતા.એવરેજ ભાવ ૨૮૪૦ ના હતા.