જીરાના ભાવમાં સતત ઘટાડો થયા બાદ આ સપ્તાહના પ્રથમ ત્રણ દિવસો દરમિયાન નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઇ છે. જેની અસરથી પ્રતિ મણ સરેરાશ રૂ.100ના વધારા સાથે જીરાના ભાવમાં સરેરાશ રૂ.3800થી રૂ.4150ની સપાટીની વચ્ચે વેપાર થઇ રહ્યો છે. નવા જીરાની આવકો હજુ બે સપ્તાહ બાદ શરૂ થાય એવી સંભાવના છે.
વર્ષ 2025માં દેશમાં જીરાના ઉત્પાદનની સ્થિતિ કેવી છે અંગે RAS દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જીરા બજારને લગતી મહત્વની માહિતી રજુ થઇ હતી.
ઊંઝામાં ૪-૫ હજાર બોરીની આવકો સામે ભાવ ૪૦૦૦ આસપાસ જોવા મળી રહ્યો છે. હાલ કોઈ મોટી વેચવાલી નથી જોવા મળી રહી, જેને કારણે જીરુંમાં ધટાડો નોંધાયો હતો પરંતુ ફરી જીરુંની બજારમાં કરંટ જોવાં મળી રહ્યો છે. આ વર્ષ જીરુંમાં કોઈ મોટી તેજી આવશે તેવી શક્યતા દેખાઈ રહી નથી. પણ ૫૦૦૦-૬૦૦૦ વચ્ચે સુપર ક્વોલિટી ના ભાવ રહેવાની સંભાવના છે.
જીરું માર્ચ વાયદો ધટીને ૨૧૦૦૦ હજાર આસપાસ ચાલી રહ્યો છે જો આ વાયદામાં કોઈ મોટી તેજી -મંદી દેખાય રહી નથી, વિદ્વાનો જણાવી રહ્યા છે કે આ વર્ષ જીરુની માંગ નિકળશે પરંતુ નિકાસ માંગ વધે તો ઉછાળો આવશે બાકી આ મુજબની બજાર રહેશે, તેમજ નવું જીરું બજારમાં ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થઈ જાય તેવી શક્યતા છે ત્યારે બજારમાં થોડો કરંટ આવશે ૫૦૦૦ સુધી તેવી શક્યતા છે.