ઉંઝામાં ૨૫ બોરીની આવક હતી અને ભાવ રૂ.૪૫૦૦ થી ૪૯૦૦ ના હતા. જીરું ની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી વધશે તેમ બજારમાં વધુ ઘટાડો થાય તેવી સંભાવના છે. જીરુંમાં છેલ્લા ૩ દિવસ થી તેજી જોવા મળી રહી હતી પરંતુ અત્યારે બજાર ફરી ધટાડા તરફ છે આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના પર બજારનો આધાર રહેલો છે.
આ સપ્તાહમાં જીરુંમાં ૫૦૦ સુધી નો વધારો થયો હતો અને ભાવ ફરી ૫૦૦૦ સુધી ઊંઝા માર્કેટ યાર્ડમાં બોલાયા હતા સાથે નવાં જીરુંની આવકો બધવાને કારણે જીરુંમાં ધટાડો પણ થયો હતો. વાયદો પણ અત્યારે ૨૧ હજાર આસપાસ જોવા મળી રહ્યો છે.
માર્ચ વાયદો રૂ.૨૦,૩૨૫ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરૂની બજારમાં આગામી દિવસોમાં વાયદામાં કેવી મુવમેન્ટ આવે છે.તેના પર બજારનો આધાર રહેલો છે. જીરૂમાં વેપારો બહુ ઓછા છે અને સાથે વેચવાલી પણ ખાસ નથી. આગળ ઉપર જારૂની બજારમાં નિકાસ વેપારો નવી સિઝનના આવે તો બજારને ટેકો મળી શકે તેમ છે.
આ વર્ષ જીરુંમાં કોઈ મોટી તેજી આવશે તેવી શક્યતા દેખાઈ રહી નથી. નવાં જીરુંની આવકો શરું થતાં ભાવમાં વધ-ધટ જોવા મળી રહી છે જ્યારે માર્ચ મહિમા જીરુંની મોટા પ્રમાણમાં આવકો થશે અને રાજસ્થાન ની પણ આવકો આવશે એટલે તેની અસર ભાવમાં થશે, માર્ચ મહિમા પણ કોઈ મોટી તેજી આવશે તેવી શક્યતા નથી પરંતુ હવે નિકાસ વધશે અને આવકો ઓછી આવશે તો જીરુંમાં તેજી આવશે તેવું અનુમાન છે.