કાળા તલની બજારમાં સતત ભજારો તુટી રહ્યા છે. શનિવારે પણ કિલોએ રૂ.પનો ઘટાડો થયો હતો. કાળા તલની બજારમાં આવર્ષે વાવેતર બમ્પર થવાની ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે અને જે રીતે નિવારણની ખપત થઈ છે એ જોના કાળાનું ઉત્પાદન પણ પુષ્કળ થવાનો અંદાજ છે, જેને કારી બજારો ઘટવા લાગ્યા છે.
તલની બજારમાં વાવેતર આગામી મહિનો શરૂ થશે ત્યાં સુધી હજી પણ બીજા રૂ.૧૦થી ૧૫ નીકળી જાય તેવી સંભાવના છે. સફેદ તલની બજારમાં ખાસ કોઈ મુવમેન્ટ નથી, જો નિકાસ માટેનું ટેન્ડર આવશે તો સફેદ તલમાં વટવા ભાવથી થોડો સુધારો આવે તેવી સંભાવના દેખાય રહી છે.
રાજકોટમાં સફેદ તલની ૫૦૦ કટ્ટાની આવક હતી અને યાર્ડમાં કુલ ૧૦૦૦ કટ્ટા પેન્ડીગ પડયાં છે. ભાવ રેગ્યુલર હલ્દમાં રૂ.૧૪૦૦થી ૧૭૫૮૦, બેસ્ટ હદમાં રૂ.૧૭૫૦થી ક ૧૯૫૦ અને પ્યોર કરિયાણાભર સફેદ તલમાં રૂ.૨૨૫૦થી ૨૩૫૦ હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમા રૂ.૫૧૦૦થી ૫૨૦૦ ઝેડ બ્લેકમા રૂ.૪૭૦0થી ૫૦૦૦ અને એવરેજ ભાવ રૂ.૩૫૦૦થી ૪૫૦૦ હતા. રાજકોટમાં ૨૦૦ મોરીની આવક હતી.એમ.પી.-યુ.પીના હતા, સેમીનો ભાવ રૂ.૧૪૩ હતો.