ચણાની બજારમાં નરમ ટોન પથાવત છે અને ભાવમાં હજી આજે ફરી રૂ.૨૫થી ૫૦ ઘટીને દિલ્હી ચક્કા રૂ. ૧૦૦૦ની નીચી સપાટીએ પહોંચી ગયા છે. આગામી દિવસોમાં ચણાની બજારમાં ભાવ હજી નીચા આવી શકે છે. આયાતી ચણાના ભાવ કસ્ટેબલ છે અને સામે નવા ચણાની આવકો વધી રહી છે. આડોલામાં શનિવારે છ હજાર કટ્ટાની આવક થઈ હતી. ચણાની ભજારમાં સરકારના છૂટી ફ્રી આપાત અંગેના નિર્ણયો ઉપર પણ બજારમાં તેજી-મંદી જોવા મળવો.
રાજકોટમાં દેશી ચણાની ૨૦૦૦ કહાની આવક હતી અને ભાવ ગુજરાત મિલ્સ ૩માં રૂ.૧૦૦૦થી ૧૧૦૦, સુપર-૩માં રૂ.૧૧૦૦થી ૧૧૨૫, કાટાવાડામાં રૂ.૧૧૦૦થી ૧૩૦૦ હતા. નવા ચણાના ભાવ રૂ.૧૦૦૦થી ૧૧૫૫ હતા. નવા કાટાવાડાના ભાવ રૂ.૧૩૦૦થી ૧૫૨૦ હતા.
કાબુલી ચણામાં ૨૦૦ કટ્ટા ની આવક હતી અને ભાવ બીટકીમાં રૂ.૮૦૦થી ૧૦૦૦, વીટુમાં રૂ.૯૦૦થી ૧૩૫૦, એવરેજ રૂ.૯૦૦થી ૧૨૦૦, સુપર રૂ.૧૯૫૦ થી ૨૦૦૦ હતા. રાજકોટમાં નવા ચણાના ભાવ સારી ક્વોલિટીમાં રૂ.૫૮૦૦થી ૫૮૫૦ હતા.
નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનનાં ચણાનો ભાવ રૂ. ૬૦૦૦ અને એમ.પી. લાઈનનો ભાવ રૂ.૬૦૦૦ હતો. ભાવમાં રૂ.૨૫નો ઘટાડો થયો છે. તાન્ઝાનિયા માં નવા ચણાના ભાવ રૂ.૫૯૦૦ હતા. ઓસ્ટ્રેલિયાના ભાવ રૂ.૫૮૫૦ હતા. સુદાન કાબુલીનો ભાવ રૂ.૨૫૦૦ હતો. આકોલામાં નવા ચણાની ૬૦૦૦ કક્ષાની આવક થઈ હતી અને નવા ચણા ના રૂ. ૫૬૦૦થી ૯૧૫૦ હતા. જૂના હાજર બજારમાં ચણાના ભાવ આકોલા દેશીમાં રૂ.૬૦૨ ૫થી ૬૦૫૦, લાતુર મિલ ક્વોલિટીના ભાવ રૂ.૫૮૫૦-
ઈન્દોરમાં કાંટાવાળાના રૂ.૯૧૫૦ ભાવ હતાં. ઈન્ડોર કાબુલી ચણાનો ભાવ ૪૨-૪૪ કાઉન્ટમાં રૂ.૧૧,૫૦૦ હતો. ૫૮-૯૦ કાઉન્ટનો ભાવ રૂ.૯,૪૦૦ ક્વોટ થતો હતો. ભાવમાં સ્થિરતા હતી.