જીરૂની બજારમાં આવકો વધી દી છે અને સામે લેવાથી મર્યાદીત હોવાથી ઓલઓવર જીરૂની બજારમાં ભાવ નરમ રહ્યાં હતા. આજે મંડીમાં અને નિકાલ ભાગમાં એવરેજ અંશે રૂ.૫૦નો ઘટાડો થયો હતો. જીરૂના વેપારીઓ કહે છેકે ગલ્ફ જીરૂના કેટલા નિક્કસ વેપારી થયા તેના પાકા અહેવાલો શનિવારે અથવા સોમવાર સુધીમાં આવી હું આવી જશે. જરૂના પાકને લઈને પણ હવે અંદાજો આવવા લાગ્યાં છે, જેમાં ગુજરાતનો પાક ૪૫ લાખ બોરી સહિત દેશમાં જીરૂનો પાક ૯૦ લાખ બોરીથી લઈને એક કરોડ બોરી આસપાસના અંદાજો વેપારીઓ દ્વારા આવી રહ્યાં છે. ફીશ દ્વારા આગામી મહિનાની શરૂઆતમાં જીરૂના પાકના અંદાજો મુકવામાં આવશે, જે પણ ૧૦ લાખ બોરી થી એક કરોડ ખોરી વચ્ચે જ આવે તેથી સંભાવનાં દેખાય રહી છે.
જરૂની આવક આજે નવા-જૂનાની મળીને કુલ ૧૯ હજાર છરૂ બોરીની થઈ હતી, જેમાં માથી ચાર હજાર બોરી આવી હોવાનો અંદાજ છે. ઊંઝા માં નવા જીરુની આજે ૧૨૦૦ બોરીની આવક હતી અને ભાવ ૨૦ કિલોનાં હવા બેસ્ટમાં રૂ.૪૦૦૦થી ૫૦૦૦ અને ૪ કિલો હવામાં રૂ. ૩૨૦૦થી ૩૬૦૦ના ભાવ હતા. કિલો હવામાં રૂ.૩,૦૦૦થી ૪૦૦૦ હતા. જીરૂની ગોંડલમાં નવાની ૧૧00 બોરીની આવક હતી અને ભાવ રૂ.૩૩૫૧થી ૪૩૨૧ની વચ્ચે હતી. જીરૂ માર્ચ વાયદો રૂ.૧૪૦ વધીને રૂ.૨૧,૨૮૦ની સપાટી પર બંધ રહ્ય હતો.
ઊંઝામાં સૌથી વધુ ભાવ ૫૩૬૦ બોલાયા હતા, ઊંઝામાં આવકો વધી રહી છે પરંતુ ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે અને ભાવ ૫ હજાર ઉપર ચાલી રહી છે. ખાસ તો રમજાન માસ ની માંગ જોવા મળી રહી છે અને નિકાસ વેપારો આવી રહ્યા હોવાથી જીરુંમાં તેજી જોવા મળી રહી છે.
આ વર્ષ જીરુંમાં ૬૦૦૦ ઉપર બજાર જાય તેવી શક્યતા ઓછી છે પરંતુ જીરું ના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો નથી, સાથે ૨૦૦ આસપાસ કિલોના ભાવે વેચાય એવી સંભાવના છે.જીરૂમાં નવા ક્રોપની સ્થિતિ મિશ્ર જોવા મળી રહી છે. ગુજરાતમાં નવા જીરૂની આવકો શરૂ થઈ ગઈ છે, પંરતુ રાજસ્થાનમાં હજી ૧૫મી માર્ચ પછી શરૂ થાય તેવી ધારણાં છે.
> જીરૂના પાક ઉપર ગરમી વધારે પડી રહી છે. ખાસ કરીને રાજસ્થાનમાં પાછોતરા વાવેતર વધારે થયા છે અને જો માર્ચમાં ગરમી વધારે પડશે તો આ પાછોતરા જીરૂના પાકમાં ઉતારામાં ૧૦ ટકાથી લઈને ૨૦ ટકા સુધીનો ઘટાડો થાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.
> જીરૂના ભાવ છેલ્લા બે દિવસથી ઘટી રહ્યાં છે, પરંતુ નવી સિઝનના કોપની સ્થિતિ જોત્તા જીરૂના ભાવ કિલોનાં રૂ.૨૦૦ની નીચે ન જાય તેવી ધારણા છે. આ મુજબ ૨૦ કિલોના ભાવ રૂ.૪૦૦૦ થાય છે, જેનાથી નીચે બજાર ઘટશે નહીં.રાજસ્થાનમાં જીરૂનો પાક ઓછો આવવાની સંભાવનાએ સમગ્ર દેશમાં એટલે કે ગુજરાત અને રાજસ્થાનમાં મળીનો જીરૂનો પાક આ વર્ષે ૮૦થી ૯૦ લાખ બોરીની વચ્ચે આવે તેવી ધારણા છે. જે ગત વર્ષે એક કરોડ બોરીની ઉપર પાક થયો હતો.
> રાજસ્થાનમાં મેડતા મંડીમાં જીરૂની અત્યારે રોજની ૧૫૦૦થી ૨૦૦૦ બોરીની આવક થાય છે અને ભાવ રૂ.૨૦૦થી ૨૨૫ પ્રતિ કિલોની વચ્ચે ક્વોટ થાય છે.જીરૂની બજારમાં નિકાસ વેપારો ખાસ નથી અને ડોમેસ્ટિક વેપારો થોડા-થોડા થઈ રહ્યા છે. જીરૂના નિકાસ ભાવ ૨૦ કિલોના રૂ.૪૦૦૦ વાળા રૂ.૪૪૦૦ થઈને ફરી રૂ.૪૨૦૦ ક્વોટ થાય છે. જીરૂમાં હવે થોડો ઘટાડો આવશે, પંરતુ બહુ મોટી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી.
* ખેડૂતો અને વેપારીઓ પાસે હજી પણ સ્ટોક પડયો છે અને નવી સિઝનમાં જીરૂનો કેરીઓવર સ્ટોક આશરે ૧૫થી ૨૦ લાખ બોરીની વચ્ચે રહે તેવી ધારણા છે.