ચણાની બજારમા 25 થી 50 નો વધારો નોંધાયો, કાબુલી ચણાના બજાર ભાવ 1900 સુધી

ચણાની બજાર
Views: 1K

દેશમાં ચણાની આવકો આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વધારે આવી છે અને એગમાર્કેટના ડેટા મુજબ ગત વર્ષની તુલનાએ આવકમાં ૩૧ ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશમાં કુલ ૨.૩૨ લાખ ટન ચણાની આવક થઈ છે, જે ગત વર્ષે ફેબ્રુઆરીમાં ૧.૭૮ લાખ ટનની આવક થઈ હતી. ગુજરાતમાં ચણા ફેબ્રુઆરીમાં ૨૭૫૪૦ ટન આવ્યા છે જે ગત વર્ષે ૩૩,૫૩૦ ટન આવ્યા હતા.

રાજકોટમાં દેશી ચણાની ૧૧,૦૦૦ કટ્ટાની આવક હતી અને બે હજાર કરા પેનિંગ હતા. ભાવ ગુજરાત મિલ્સ ૩માં રૂ.૧૦૧૦થી ૧૦૩૦, સુપર-૩માં રૂ.૧૦૩૦થી ૧૦૫૦, કોટાવાડામાં રૂ.1૧૦૦થી ૧૨૨૫ હતા. કાબુલી ચણામાં coo કટ્ટાની આવક હતી અને ભાવ બીટકીમાં રૂ.૧૦૭૦થી ૧૨૩૦, વીટુમા રુ.૧૧૫૦ થી ૧૩૦૦, કાબુલી માં ૧૬૦૦ થી ૧૯૮૦ હતા.

રાજકોટમાં નવાં ચણાના ભાવ નેટ ગોડાઉન ડિલીવરીનો ભાવ રૂ.૫૪૪૦ હતા.

નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનનાં ચણાનો ભાવ રૂ.૫૯૭૫ અને એમ.પી. લાઈનનો ભાવ રૂ.૫૮૭૫ હતો. ભાવમાં સ્થિરતા હતી. તાન્ઝાનિયાના આયાતી નવા ચણાનાં ભાવ રૂ.૫૫૫૦ નવા હતા. ઓસ્ટ્રેલિયાના ભાવ રૂ.૫૬૨૫ હતા. સુદાન કાબુલીનો ભાવ રૂ.૬૨૦૦ હતા.

આકોલા મંડીમાં 11 હજાર કહાની આવક સામે ભાવ રૂ.૫૩૦૦થી ૫૯૨૫ હતા. હાજર ભજારમાં ચણાના ભાવ આકોલા દેશીમાં રૂ.૫૭૦૦થી ૫૭૨૫, લાતુર મિલ ક્વોલિટીના ભાવ રૂ.૫૬૦૦-૫૫૦ હતા રાયપુર મહારાષ્ટ્ર લાઈનના ભાવ રૂ.૫૮૭૫થી ૫૯૦૦ હતા.

ઈન્દોરમાં કાંટાવાળાના નવાના રૂ.૫૯૦૦ ભાવ હતાં. ઈન્દોર કાબુલી ચણાનો ભાવ ૪૨-૪૪ કાઉન્ટમાં રૂ.૧૧,૦૦૦ હતો. ૫૮ ૬૦ કાઉન્ટનો ભાવ રૂ.૮૬૦O ક્વોટ થતો હતો. ભાવમાં રૂ.૧૦૦નો વધારો હતો..

ધાણાની બજારમાં 10 થી 20નો સુધારો, ધાણાની ભાવ 3900 સુધી બોલાયા, જાણો બજાર કેવી રહેશે
જીરુંમાં નિકાસ માંગ નિકળતા તેજી આવી, જીરું માર્ચ વાયદામા 160 નો વધારો, ભાવ 6000 બોલાશે

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up