કેન્દ્ર સરકારે વટાણાની આયાત ડ્યૂટીની મુદત મે મહિના સુધી વધારી હોવાથી ચણાની બજારમાં શનિવારે રૂ.૫૦થી ૭૫નો ઘટાડો થયો હતો. કાબુલીની બજારો પણ રૂ.૨૫૦ સુધી તુટી ગઈ હતી. સરકારને ટેકાના ભાવથી ૨૦ લાખ ટન ચણા ખરીદવા હોવાથી જો સરકાર વટાણાની ડ્યુટી ફ્રી આપાતની મુદત મે મહિના સુધી લંબાવે તો જ મળે તેમ હોવાથી સરકારે આ પગલું લીધું છે. ચણામાં સરકારના વિવિધ પગલાઓ હોવા છૂતતા ચણાના ભાવ હજી પણ ટેકાના ભાવની ઉપર ચાલી રહ્યાં.હોવાથી સરકારને પરતો માલ મળવો મુશ્કેલ હતો, જેને પગલે સરકારે આ પગલું લીધું છે.
રાજકોટમાં દેશી ચણાની નવી આવક નહોતી. નવી આવક રવિવારે સાંજે ખોલી હતી. પેન્ડિંગથી છથી સાત હજાર કહા હતા. ભાવ ગુજરાત મિલ્સ ૩માં રૂ.૧૦૩૦થી ૧૦૫૫, સુપર-૩માં રૂ.૧૦૫૫થી ૧૦૭૦, કાટાવાડામાં રૂ. ૧૦૫૦થી ૧૨૫૦ હતા.
કાબુલી ચણામાં નવી આવક નહોંતી અને ભાવ બીટકીમાં રૂ.૧૦૬૦થી ૧૧૦૦, વીટુમાં રૂ.૧૧૫૦થી ૧૩૨૫, કાબુલીમાં રૂ.૧૫૫૦થી ૨૦૦૦ના હતા.રાજકોટમાં નવા ચણાના ભાવ નેટ ગોડાઉન ડિલીવરીનો ભાવ રાજકોટ-ગોંડલના રૂ.૫૩૨૫થી ૫૩૫૦ હતા.નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનનાં ચણાનો ભાવ રૂ.૫૯૭૫ અને એમ.પી. લાઈનનો ભાવ રૂ.૫૮૭૫ હતો.ભાવમાં રૂ.૫૦થી ૭૫નો ઘટાડો હતો.
તાન્ઝાનિયાનાં આયાતી નવા ચણાના ભાવ રૂ.૫૫૫૦ હતા. ઓસ્ટ્રેલિયાના ભાવ રૂ.૫૫૭૫ હતા. સુદાન કાબુલીનો ભાવ રૂ.૬૧૦૦ હતો. આકોલા મંડીમાં આઠ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૫૨૦૦થી ૫૫૫૦ હતા. હાજર બજારમાં ચણાના ભાવ આકોલા દેશીમાં રૂ.પ૬૭૫થી ૫૭૦૦, લાતુર મિલ ક્વોલિટીના ભાવ રૂ.૫૫૫૦૫૬૦૦ fell. રાયપુર મહારાષ્ટ્ર લાઈનના ભાવ રૂ.૫૮૦૦થી ૫૮૨૫ હતા.
ઈન્ડોરમાં કાંટાવાળાના નવાના રૂ.૫૯૦૦ ભાવ હતાં. ઈન્દોર કાબુલી ચણાનો ભાવ ૪૨-૪૪ કાઉન્ટમાં રૂ.૧૧,૧૫૦ હતો. ૫૮-૯૦ કાઉન્ટનો ભાવ રૂ.૮૪૫૦ ક્વોટ થતો હતો. ભાવમાં રૂ.૨૦૦થી ૨૫૦ની નરમાઈ હતી.