કિશોરભાઈ ભડાજા: વાવણીની તારીખ, ચોમાસું આ વર્ષ વહેલું , સાવૅત્રીક વરસાદની આગાહી
૧૨, જૂને વાવણી લાયક વરસાદ થશે. આ શબ્દો મોરબીનાં ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામનાં આકાશ દર્શનનો અભ્યાસુ કિશોરભાઈ ભાડજા (મો. ૯૫૮૬૫ ૯૦૬૦૧)નાં તેઓ આકાશ દર્શનની એક ખગોળીય ઘટના જેને લોકલ બોલીમાં બોલીમાં ખાદલી પણ કહેવામાં આવે છે, તેનાં આધારે ચોમાસું વરસાદની આગાહી કરે છે
ચૈત્ર સુદ પાંચમની રાત્રે સજૅતા આકાશી ગ્રહોની સ્થિતિનું નિરીક્ષણ અને અભ્યાસ કરવાનો હોય છે. આ પધ્ધતિમાં કૃતિકા નક્ષત્રને છોકરા, રોહિણી નક્ષત્રને માલ વાહક ગાડા, ચંદ્રને વેપારી, મૃગશીર્ષ નલત્રને રખેવાળ તરીકે ઓળખવામાં આવે છે. આ વખતની ખાદલી કહે છે કે વેપારી માલનાં ગાડાથી . પાછળ ચાલે છે. તેથી ખેત ઉત્પાદન મધ્યમ સારું થાય છે વેપારી છોકરાથી દૂર ચાલે છે. સારૂ અને માનવ છે. માટે ભય મુક્ત સૂચવે છે. વેપારી રખેવાડની નજીક અને સામુ જોઈને ચાલે છે. તેથી સહૅદ ઉપર ધષણૅ થાય છે
આ વખતનાં ચોમાસે ભાદરવો મહિનો વરસાદથી ભરપુર છે, અમુક વિસ્તારમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ પણ થઇ શકે છે…
વરસાદની આગાહી કરતા કિશોરભાઈ કહે છે કે આ વર્ષ નું ચોમાસું 8 દિવસ વહેલું આવવાની શક્યતા છે 7 જુનથી અમુક વિસ્તારોમાં રોહીણી રેલાઈ પ્રિ મોન્સુન એક્ટિંવીટી શરું થશે.12 જુન વાવણી લાયક વરસાદ થશે , 15 જુનથી ચોમાસું નબળું પડશે, ફરી 3 જુલાઈ થી અમુક વિસ્તારોમાં વરસાદ થશે. 11 થી 21 જુલાઈમાં ૨૧, જુલાઈ જોરદાર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે. ટૂંકમાં અડધેથી ચોમાસું જામશે. ૨૭, જુલાઈથી ત્રણ દિવસનો વરસાદ છે.
૨૬, ઓગસ્ટથી વરસાદનો મોટો રાઉન્ડ આવે છે. ભાદરવો મહિનો વરસાદથી ભરપુર છે. અમુક વિસ્તારમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ પક્ષ થઈ શકે છે. હાથિયો નક્ષત્ર ગાજીને ચોમાસું વિદાય લેશે. ચિત્રા નક્ષત્રમાં માવઠું થવાની શક્યતા પણ છે.