વાવાઝોડું અને વરસાદની આગાહી, પરેશ ગૌસ્વામીએ કરી બે વાવાઝોડા સજાૅવાની આગાહી

વાવાઝોડું અને વરસાદની આગાહી, પરેશ ગૌસ્વામીએ કરી બે વાવાઝોડા સજાૅવાની આગાહી 

પરેશ ગૌસ્વામીની આગાહી 

અસ્થિરતા પસાર થઇ ગયા બાદ પણ હવે રાજ્યવાસીઓ માટે ચિંતાજનક આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે તેવી શક્યતા વ્યક્ત કરી છે સાથે ગુજરાતમાં 25 થી 30 મે દરમિયાન પ્રિ મોન્સુન એક્ટિંવીટીનો વરસાદની પણ આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 17થી 22 મે દરમિયાન રાજ્યમાં ગરમીના આકરા રાઉન્ડની આગાહી કરી છે. આ દરમિયાન પારો 45 ડિગ્રી સુધી પણ પહોંચે તેવું પણ અનુમાન છે, ગરમી ઉકળાટ નું પ્રમાણ વધશે.

વાવાઝોડાની આગાહી 

પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે મે મહિનાની 22 થી 30 મે દરમિયાન બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે શકે છે હાલ ગુજરાતને ખતરો નથી, વાવાઝોડું બન્યા પછી તેનો રૂટ નક્કી થશે. બંગાળની ખાડીમાં બનતાં વાવાઝોડા ગુજરાત ને સીધા અસર કરતાં નથી. તે ઉપરાંત વધું આગોતરાં એંધાણ તરીકે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં પણ 2 થી 10 જુનમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. વધુ અપડેટ્સ આગામી દિવસોમાં મળશે.

30 થી 2 જુન વરસાદની આગાહી 

ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટી ની શરૂઆત થઈ ગઈ છે સાથે બીજો રાઉન્ડ 25 થી 30 મે દરમિયાન વરસાદની સંભાવના છે. જેમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વધુ સંભાવના છે.
2024 નું ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે 19,20 મે દરમિયાન આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ સુધી પહોંચી જશે. ત્યાર બાદ કેરળમાં 3-4 દિવસ વહેલું આવવાની શક્યતા છે સાથે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસે તેવી શક્યતા પરેશ ગૌસ્વામીએ વ્યક્ત કરી હતી.
આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 18-05-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
ઘઉંમાં મિલની ધીમી લેવાલીથી ભાવમાં સતત બીજા દિવસે સ્થિરતા, ધંઉમાં તેજી આવશે કે મંદી જાણો
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up