તોફાની વરસાદની આગાહી, પરેશ ગૌસ્વામીએ કરી 24 થી 4 જુનમાં વરસાદની આગાહી
આજે ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પાસેના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાવાની શક્યતા છે. પરંતુ બીજી બાજુ વરસાદી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ખસી રહી છે. જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાના ભાગોમાં એટલે કે કહી શકાય કે, રાજસ્થાનથી લઇને અરબ સાગરના ઉભા પટ્ટામાં વરસાદની તીવ્રતામાં વધારો નોંધાઈ શકે છે.
24 મે થી 4 જુનમાં વરસાદની આગાહી
Stormy Rain Forecast : તેમણે વધુમાં જણાવ્યુ છે કે, મે મહિનાના અંતમાં પણ પ્રી મોનસુન એક્ટિવીટી થવાની શક્યતા છે. 24 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતના ઘણા વિસ્તારોમાં થવાની શક્તા છે. 16 મે પછી બંગાળના ઉપસાગરમાં લગભગ 24 મે સુધીમા અંદમાન નિકોબારમાં ચોમાસું બેસી જવાની શક્યતા રહેલી છે. આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આ વર્ષે ચોમાસુ વહેલું બેસી શકે છે.
મે મહિના અંતમાં અને જૂનની શરુઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા છે. પશ્ચિમ મહાસાગર અન્ય મહાસાગરો કરતા ગરમ જોવા મળશે. જેના કારણે ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેલી છે. મૃગશિર્ષ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે. ચોમાસાનો શરુઆતનો વરસાદ પણ ભારે આંધી વંટોળ સાથે રહેવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવા આવી છે.
ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે. આ ઉપરાત 19 તારીખ સુધીમાં પ્રી મોનસુન એક્ટિવિટી થવાની છે. આંધી વંટોળનું પ્રમાણ ઘણું જોવા મળી શકે છે. 17 તારીખ પછી આકરી ગરમી પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી થવાની શક્યતા છે. ઉતર ગુજરાતના વિસ્તારોમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. બનાસકાંઠા, ડીસા, કાંકરેજ, પાલનપુર, રાધનપુર સહિત આંધી વંટોળનુ પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ જોવા મળી શકે છે. 30થી 40 કીમીના આંચકાનો પવન ફુંકાઈ શકે છે.