અજમાની બજારમાં તેજીનાં એંધાણ, બજાર 3500 સુધી ટકેલી, પ્રતિ કિલોએ 20નો વધારો આવવાની શક્યતા
અજમાની આવકો મહિના દિવસમાં થોડી વધી છે. અજમો સામાન્ય રીતે જામનગર, પાટલ, થરાદ, ઊંઝા અને થોડા પ્રમાણમાં રાજકોટ યાર્ડમાં પણ આવતો હોય છે. જામનગર પીઠામાં રવી અજમાની આવક એવા વેપાર થઇ જાય છે. અજમાની ટકેલ બજારથી ખેડૂતો પીમી ગતીએ વેચવાલ છે. જો કે હેટવેવને કારણે અજમાની લોકલ ધરોકીને બદલે સ્ટોકિસ્ટોની લેવાલી સારી છે.
અજમો પ્રતિ ૨૦ કિલો સરેરાશ ભજાર નીચામાં રૂ.૨૦૦૦ અને ઉંચા મથાળે રૂ.૩૫૦૦ની સપાટી છે. ગત વર્ષની તુલનાએ પિયત અજમાની ભજાર પ્રતિ ૨૦ કિલો રૂ.૩૦૦ થી રૂ.૪૦૦ સારી છે. એકદમ કલર અને સારી ક્વોલિટી અજમાની આવક ઓછી હોવા સામે મીડિયમ ક્વોલિટી રૂ.૨૪૦૦ થી રૂ.૨૮૦૦ની રેઈન્જનો અજમો વધુ આવે છે. સારો કલર અજમો નિકાસ વેપારમાં પણ જઈ રહ્યો છે, જ્યારે અન્ય અજમાની વકલ રાજસ્થાન અને એમપીના સ્ટોકિસ્ટો, ટ્રેડસોં અને પેકર્સો ખરીદી કરી રહ્યાં
સ્ટોકિસ્ટોની લેવાલી ધટતા ભાવ વધારો
ગત ખરીફમાં કપાસ વાવેતરની દોડને કારણે ચોમાસું અજમો વાવેતરમાં ઘટ્યો હતો. એ રીતે શિયાળું સિઝને ખેડૂતોની પસંદગીમાં જીરૂ અને વરિયાળીનો પાક હતો. આમ જૂના અજમા વાવેતરનાં બેલ્ટમાં કાપ મુકાયો હતો. જો કે એની સામે કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને મહેસાણા પંથકમાં શિયાળું વાવેતર જળવાયેલ હતા. આ વખતનાં શિયાળે વરિયાળીની જેમ અજમાનાં પાકને પણ પ્રતિકૂળ હવામાનની અસર થઇ હતી, એટલે ક્વોલિટીને પુરી માઠી અસર થઈ છે.
જામનગર યાર્ડ ખાતેથી જલારામ ટ્રેડીંગનાં મેહુલભાઈ ગણાત્રા કે આ દિવસોમાં માવઠાની આગાહીને કારણે આજે તા.૧૪, મે મંગળવારે સુરેન્દ્રનગર, કચ્છ અને જામનગર નજીકનાં ગામોમાંથી અજમાની આવક ઘટીને ૧૦૦૦ દાગીનાની હતી, જેમાં નીચમાં રૂ.૨૦૦૦ થી રૂ.૨૪૦૦, મીડિયમ સારૂ રૂ.૨૪૦૦ થી રૂ.૨૮૦૦ અને એકદમ કલર રૂ.૨૯૦૦ થી રૂ.૩૫૦૦ના ભાવે અજમાનાં વેપાર હતા. હાલ સુરેન્દ્રનગર તરફથી આવકો ઘટવા સામે કચ્છમાંથી પાછોતરા વવાયેલ અજમાની આવકો વધી રહી છે.
ઉત્તર ગુજરાત થરાદ યાર્ડ ખાતેથી જય સોમનાથ ટ્રેડીંગનાં ભાણજીભાઈ પટેલ કહે છે કે આજે મંગળવાર ૧૪, મેનાં રોજ ૧૦૦૦ બોરીની આવક સામે સારી ક્વોલિટી અજમાની માંડ ૫૦ ગુણી હતી. તેની ભજાર રૂ.૩૨૦૦ થી રૂ.૩૫૦૦, મીડિયમ ક્વોલિટીમાં રૂ.૨૮૦૦ થી રૂ.૩૦૦૦ અને નબળી ક્વોલિટીમાં રૂ.૧૨૦૦ થી રૂ.૧૫૦૦ ભાવ હતો. આ વખતે પિયત અજમાનો ઓછો પાક હોવાથી આનાંથી મંદીનાં ચાન્સ ન રહેતા તેજી થઈ શકે છે. ખેડૂતો જીરૂ અને વરિયાળી પકડીને અજમો વેચી રહ્યાં છે
પિયત અજમો ૨.૨૫ લાખ થી ૨.૫૦ લાખ બોરી પાક આવશે…
જામનગર ખાતેથી નથવાણી ગ્રુપ ઓફ કંપનીનાં હિરેનભાઇ કહે છે કે રનીંગ અજમાનો પ્રતિકિલો છેલ્લા સપ્તાહમાં રૂ.૫ થી રૂછનો ભાવ સુધારો છે, જ્યારે છેલ્લા ૧૫ દિવસમાં ગ્રીન માલમાં આવક ઓછી થઇ, તેથી પ્રતિકિલો ३.૧૬ + થી રૂ.૨૦ બજાર વધી ગઇ છે. ઠંડી માતુ આવ્યા પછી લોકલ વપરાશ વધવાની અસરથી પ્રતિકિલો હજુ રૂ.૧૫ થી રૂ.૨૦ સુધારો થવાનો ચાન્સ છે. અગાઉ ગુજરાતમાં પિયત અજમાનો લાખ થી ૩.૫ લાખ બોરી પાક આવવાની વાત સામે આવકો જોતા એવું સ્પષ્ટ થાય છે કે ૨.૨૫ લાખ થી ૨.૫૦ લાખ બોરીનો પાક આવશે, જામનગર પીઠામાં દરરોજ ૧૫૦૦ થી ૨૦૦૦ બોરી અજમાની આવક છે.